ચાર કરોડથી વધુ કર્મચારીઓનાં લઘુતમ વેતન સુનિશ્ચિત થશે

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટ દ્વારા પાસ કરવામાં આવેલ નવા લઘુતમ વેતન સંહિતા વિધેયકના પગલે હવે દેશના ચાર કરોડથી વધુ કામદારો અને કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્રીય કેબિનેટે આ વિધેયક પાસ કરવાના પગલે હવે જો તેના પર સંસદની મંજૂરીની મહોર લાગશે તો શ્રમ ક્ષેત્ર સાથે સંકળાયેલા ચાર કરોડ કરતાં વધુ કામદારો અને કર્મચારીઓનાં લઘુતમ વેતન સુનિશ્ચિત થઇ જશે.

લઘુતમ વેતન સંહિતા વિધેયકમાં લઘુતમ વેતન ધારો-૧૯૪૮, વેતન ચુકવણી ધારો-૧૯૩૬, બોનસ ચુકવણી ધારો-૧૯૬પ, સમાન વેતન ધારો-૧૯૭૬ એકીકૃત થઇ જશે અને નવા લઘુતમ વેતન સંહિતા હેઠળ દેશના કામદારોના લઘુતક વેતન સુનિશ્ચિત થઇ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિધેયક પાસ થવાના પગલે રાજ્ય પોતાના વિસ્તારમાં કેન્દ્ર સરકારની તુલનાએ લઘુ લઘુતક વેતન ઉપલબ્ધ કરાવી શકશે. આ વિધેયક સંસદના ચોમાસુ સત્રમાં રજૂ થવાની શકયતા છે. નવા લઘુતમ વેતનના નિયમો તમામ કામદારો-કર્મચારીઓને લાગુ પડશે. કેન્દ્ર-રાજ્ય દ્વારા નિર્ધારિત લઘુતમ વેતન એવા કર્મચારીઓને લાગુ પડે છે, જેમને માસિક રૂ.૧૮,૦૦૦નું વેતન મળે છે.
http://sambhaavnews.com/

You might also like