કલકત્તા, બોમ્બે અને મદ્રાસ HCના નામ બદલાયા, નવા નામો પર કેબિનેટની લાગી મોહર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ત્રણ હાઇકોર્ટના નામ બદલવાનો નિર્ણય કર્યો છે. કલકત્તા હાઇકોર્ટને હવે કોલકાતા હાઇકોર્ટ, બોમ્બે હાઇકોર્ટને હવે મુંબઇ હાઇકોર્ટ અમે મદ્રાસ હાઇકોર્ટને હવે ચેન્નાઇ હાઇકોર્ટના નામથી ઓળખવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સરકારના આ નિર્ણયની જાણકારી આપી. તેમને જણાવ્યું કે મંગળવારે કેન્દ્રીય કેબિનેટની મિટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે નેશનલ એપ્રેંટિસ પ્રમોશન સ્કીમને પણ કેબિનેટની લીલી ઝંડી મળી ગઇ છે.

આ ઉપરાંત કેબિનેટની મિટીંગમાં દાળની કિંમત પર લગામ લગાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછું ઉત્પાદનને ધ્યાનમાં લેતા સરકારે મોજામ્બિકથી દાળ આયાત કરવાનો નિર્ણય કર્યો છે.

You might also like