નવી એવિએશન પોલીસીને કેબિનેટની લીલીઝંડી, જાણો હવાઇ મુસાફરોને થશે કયા ફાયદા?

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં નવી એવિએશન પોલીસીને મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ નીતિને રજૂ કરી હતી. જેને આજે કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. તેના હેઠળ એક કલાકની મુસાફરી માટે હવે 2500 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે હવે એક કલાકની હવાઇ મુસાફરી માટે મુસાફરીઓ 2500 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ બાદ હવાઇ મુસાફરી કરનારાઓને બીજા ઘણા ફાયદા થશે.

આ પોલિસીને મંજૂરી મળવાથી હવાઇ મુસાફરી કરનારાઓને ફાયદો થશે અને વિમાન કંપનીઓની મનમાની પર લગામ લાગશે. બીજી તરફ વિમાન કંપનીઓને કેટલીક સગવડો આપવામાં આવશે. નવી પોલીસીમાં વિમાન કંપનીઓને 5/20 નિયમમાંથી રાહત આપવામાં આવશે. સ્થાનિક ઉડાનો પર વધુ ભારત મુકવામાં આવશે વિદેશી ઉડાનના નિયમ વધુ સરળ બનાવવામાં આવશે.

અહેવાલ અનુસાર ટિકિટ કેન્સલ કરાવવાની સ્થિતિમાં સ્થાનિક હવાઇ યાત્રા માટે રિફંડ 15 દિવસ અને આંતરરાષ્ટ્રીય યાત્રાના મામલી 30 દિવસોની અંદર વિમાન કંપનીઓએ રિફંડ આપવું પડશે. જો કોઇ મુસાફર પોતાની ટિકીટ કેન્સલ કરાવે છે તો કંપની કેન્સલેશન ચાર્જ તરીકે યાત્રી પાસેથી 200 રૂપિયાથી વધુ વસૂલી શકશે નહી.

જો કોઇ પણ એરલાઇન્સ કંપની પોતાની ઉડાન અચાનક રદ કરે છે કે તો મુસાફરોને ચાર ટકા સુધી દંડ આપવો પડશે. એવિએશન કંપની જો કોઇ ફ્લાઇટ રદ કરે છે તો તેને તેની સૂચના ગ્રાહકને 2 મહિના પહેલાં આપવી પડશે અને પુરેપુરી રકમ રિફંડ કરવી પડશે.

You might also like