રૂ. ૧૦નો સિક્કો કાનૂની ચલણ તરીકે યથાવત્ જ છે

મુંબઇ : આજકાલ બજારમાં એવી અફવા ચાલી છે કે રૂ. ૧૦ના સિક્કા ચલણમાંથી બંધ થઇ ગયા છે. આ અફવાના પગલે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સિક્કાની લેવડદેવડ અંગે વાદવિવાદ ઊભો થાય છે અને કેટલાક વેપારીઓ રૂ. ૧૦ના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. વાસ્તવમાં રૂ. ૧૦ના સિક્કા બંધ થયા નથી અને કાનૂની ચલણ તરીકે જારી છે.

બજારમાં રૂ. ૧૦ના નકલી સિક્કા સર્ક્યુલેશનમાં આવતાં એવી અફવા ફેલાઇ હતી કે રૂ. ૧૦ના સિક્કા બંધ થયા છે, એવી પણ અફવા ચાલી હતી કે બેન્કો પણ હવે રૂ. ૧૦ના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરે છે. આ અંગે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે રૂ. ૧૦ના સિક્કા બંધ થયા નથી. અસલી અને નકલી સિક્કાની ઓળખ કરવી હવે સરળ છે. લીડ બેન્કના એક અધિકારીએ રૂ. ૧૦ના સિક્કા બંધ થયાની અફવાને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે રૂ. ૧૦ના સિક્કા સ્વીકારવાનો કોઇ પણ ઇનકાર કરી શકે નહીં. અસલી સિક્કામાં રૂપિયાની સાઇન છે, જ્યારે નક્લી સિક્કામાં માત્ર ૧૦ જ લખેલું છે.

You might also like