મોદી સરકારનો મોટો નિર્ણય, એર ઇન્ડીયામાં 49 % વિદેશી રોકાણને મંજૂરી

કેન્દ્ર સરકારે વિદેશ રોકાણને પ્રોત્સાહન આપવા ઘણા ક્ષેત્રોમાં એફડીઆઇ નીતિમાં મહત્વપૂર્ણ પરિવર્તનની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિગ અને ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા એફડીઆઇ નિવેશને મંજૂરી આપવામાં આવી છે.

તેની સાથે કેન્દ્ર સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ કન્સ્ટ્રકશન સેકટરમાં પણ 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટમાં એફડીઆઇ સુધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં એર ઇન્ડિયામાં 49 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપીદીધી છે.

આમ કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સુધારા તરફ ઉઠાવવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે. આમ કેન્દ્ર સરકારે કન્સ્ટ્રકશન ડેવલોપમેન્ટ માટે 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી દીધી છે.

You might also like