વાઇબ્રન્ટ સમિટ 2017: આ એ.સી સોફા લોકોને મોહી રહ્યો છે, કિંમત 1.5 લાખ

અમદાવાદ: મંગળવારથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ 2017 પછી દેશવિદેશના લોકો પોતાનો વેપાર જમાવવા અહીં ઉમટી પડ્યા છે. પીએમ મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કરીને દેશ-વિદેશના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકણ કરવા ઉત્તેજન આપ્યું છે.

વાયબ્રન્ટ સમિટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ-દુનિયાની નજર MOU પર છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગજગત અને MOUથી દૂર ઘણી વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ સમિટમાં દેશ-દુનિયામાં સપ્લાય કરવામાં આવતાં એસી સોફાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલો સોફામાં 1 ટનનો છે અને એમાં એર કન્ડિશન પણ છે. આ સોફાની કિંમત 1.25થી 1.50 લાખ રૂપિયા છે.

આ સોફાનું ઉત્પાદન ગાંધીનગરમાં થાય છે. એક સોફામાં એક ટનનું એસી ફીટ કરવામાં આવે છે. એક સોફાની કિંમત 1.50 લાખ સુધીની છે. સોફામાં 17થી 32 ડિગ્રી સુધીનું તાપમાન કન્ટ્રોલ કરી શકાય છે. તેમાં એરફ્લો, ટેમ્પરેચર, હ્યુમિડીટી અને ટાઇમર માટે રિમોટની સુવિધા પણ આપવામાં આવી છે. સોફા આકર્ષક ડિઝાઇન, કમ્ફોર્ટ સિટીંગ અને લાઇટ વેઇટ સ્ટ્રક્ચર ધરાવે છે. આ સોફાના કવર પણ એકદમ સહેલાઈથી બદલી શકાય છે.

You might also like