૨૦૧૬ના અંતમાં ચીનની ઈકોનોમી તળિયે પહોંચી જશે

મુંબઇઃ ચીનની ઈકોનોમી ઘટતા જતા વિદેશી રોકાણ અને ઘટતી જતી નિકાસનો સામનો કરી રહી છે. નિષ્ણાતોએ દેશની ઇકોનોમી સુધરે તે માટે વિવિધ નીતિગત ઉપાયો સૂચવ્યા છે. ચીનનો વિકાસદર પ્રથમ ત્રિમાસિક સમયમાં ૬.૭ ટકા રહ્યો છે, જે વર્ષ ૨૦૦૯ બાદનો સૌથી તળિયે છે. રેનમિન યુનિવર્સિટી ઓફ ચીનના એક અહેવાલ મુજબ ચાલુ વર્ષે વિકાસદર ૬.૬ ટકા રહેશે.

અનિશ્ચિત વૈશ્વિક માહોલ અને નાણાકીય જોખમોના કારણે ચીનની ઇકોનોમી ઉપર પ્રેશર વધ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૬ના અંતમાં કે વર્ષ ૨૦૧૭ના આરંભમાં ચીનની ઇકોનોમી નીચલા સ્તરે જોવાશે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ચીનનું કેન્દ્રીય નેતૃત્વ વધતી જતી આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે નીતિગત માળખામાં સુધારો તથા વ્યાજદરમાં ઘટાડા જેવાં પગલાં ભરી રહ્યું છે, પરંતુ આ પગલાં પણ કારગત નીવડે તેવાં જણાતાં નથી.

You might also like