‘ઉલટી’ વેચીને ત્રણ માછીમારો રાતોરાત કરોડપતિ બની ગયા!

દુબઈ: ઓમાનના ત્રણ માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયા છે. આ ત્રણેય જણાને કરોડપતિ બનાવનાર વ્હેલની ઉલટી છે. એમ્બરગ્રિસ નામથી ઓળખાતી આ વ્હેલ માછલીમાં બહુ જ કિંમતી વેક્સ (મીણ) પ્રાપ્ત થાય છે. આ ત્રણેય માછીમારોને તેના કારણે 25 લાખ અમેરિકન ડોલર મળવાના છે.

ગયા અઠવાડિયે 40 વર્ષના ખાલિદ અલ સિનાનીએ કુરાયત પ્રાંતમાં સમુદ્ર કિનારે વ્હેલની ઉલટી તરતી જોઈ હતી. એમ્બરગ્રિસ કહેવાતી આ માછલીની ઉલટી ઘણીજ કિંમતી હોય છે. જે વહેલાનાં આંતરડામાંથી નીકળતા પદાર્થમાંથી બનેલી હોય છે.

80 કિલોગ્રોમ એમ્બરગ્રિસને એક બોક્સમાં બંધ કર્યા પછી તેઓએ તેની પારખ માટે નિષ્ણાતોને બોલાવ્યા. માછીમારોએ જણાવ્યું કે એ સાબિત થઈ ગયું કે તે એમ્બરગ્રિસ જ છે. અમે તને કાપવાનું શરૂ કરી દીધું જેથી તેને સુકવીને વેચી શકાય. ખાલીદ કહે છે કે આ વેચ્યા પછી હું રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવીશ.

You might also like