શ્રીનગરમાં પેટાચૂંટણી દરમિયાન હિંસા, ત્રણના મોત

શ્રીનગર: શ્રીનગરમાં સંસદીય મતવિસ્તારમાં રવિવારે ચાલી રહેલી પેટાચૂંટણી દરમિયાન બડગામ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. આ વિસ્તારમાં પ્રદર્શનકારી તેમજ સુરક્ષાદળ વચ્ચે અથડામણમાં ફાયરિંગ કરાતાં ત્રણના મોત નિપજ્યાં હતા. જેમાં ઘણા બધા લોકો ઘાયલ થયા છે. એક અહેવાલ મુજબ બડગામ પોલિંગ બૂથ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો. જ્યારે બડગામના નસરૂલ્લાપોરામાં પ્રદર્શનકારી તેમજ સેના વચ્ચે અથડામણ થઇ. રાજ્યના વિપક્ષના નેતાઓએ આ હિંસાને લઇને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને જવાબદાર ઠેરવી છે.

જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભિંડમાં ચાલી રહેલા મતદાનમાં હિંસાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. બડગામ જિલ્લાના ચરાએ-શરીફ નજીક પાખરપુરામાં હજારો પ્રદર્શનકારીઓ એ એક મતદાન મથક પર તોડફોડ કરી. સુરક્ષાદળે ભીડને છુટી પાડવા ચેતાવણી માટે ફાયરિંગ કર્યું જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણના મોત થયા. આ હિંસાની મતદાન પર અવળી અસર થઇ છે. અત્યાર સુધી ઘણું ઓછુ મતદાન જોવા મળ્યું.

http://sambhaavnews.com/

You might also like