બજેટ પહેલા રાજસ્થાનમાં ભાજપને ઝટકો, બે બેઠક પર કોંગ્રેસ આગળ

રાજસ્થાનમાં લોકસભાની બે બેઠક અને એક વિધાનસભાની બેઠક તેમજ પશ્ચિમ બંગાળની એક લોકસભા અને એક વિધાનસભા બેઠક પર યોજાયેલ પેટાચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ વર્ષે રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે ત્યારે રાજસ્થાનની બે લોકસભાની બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

ભાજપ માટે આ મોટો ઝટકો એટલા માટે હશે આ પેટા ચૂંટણીના પરીણામની સીધી અસર 2019 પર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં અલવર અને અજમેર બંને બેઠક પર ભાજપની જીત થઇ હતી પરંતુ આ બંને હાલમાં આ બેઠક પર પરાજયની ભીતિ જોવા મળી રહી છે.

હાલમાં યોજાયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ભલે પરાજય થયો હોય પરંતુ તેને બેઠકોને લઇને ઘણો ફાયદો જોવા મળ્યો હતો. આમ ગુજરાતના પરિણામની અસર પણ રાજસ્થાનમાં જોવા મળી રહી છે.

You might also like