90 દિવસમાં કમાઓ લાખો રૂપિયા, પછી ફરો દુનિયાભરનાં દેશો

જો તમને ફરવાનો શોખ છે અને તમારી પાસેના આગળના કેટલાક મહિનામાં ખાલી સમય છે તો તમે આ ગરમીમાં ફરીને રૂપિયા કમાઇ શકો છો. એક કંપની 3 મહિનામાં આશરે 8 લાખ રૂપિયા કમાવવાની તક આપી રહી છે. આ સાથે જ તમને આ ડીલમાં ખાવાનું પણ ફ્રી મળશે. જાણો શું છે આ ોફર અને કેવી રીતે કમાઇ શકો છો લાખો રૂપિયા.

આ છે ઓફર :

આઇસલેન્ડની એક કંપની એક ખાસ ઓફર લાવી છે. આ કંપનીને એવા બે મિત્રોની જરૂર છે જે દુનિયા ફરવાની સાથે એમના માટે બ્લોગ અને પોતાનો એક્સપીરિયન્સ લખે. એના માટે કંપની એમને રૂપિયા આપવાની સાથે મફતમાં રહેવા ખાવાની સુવિધા પણ પૂરી પાડશે.

આ લોકો કરી શકે છે અપ્લાય :

આ ઓફર લો કોસ્ટ કેરિયર કંપની વાઉ એરલાયન્સ આપી રહી છે. આ હરિફાઇમાં કોઇ પણ દેશનો નાગરિક ભાગ લઇ શકે છે. આ હરિફાઇમાં ભાગ લેવાની અંતિમ તારીખ 14 મે 2018 છે. સાથે જ 18 મે લકી વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

કેવી રીતે કરશો અપ્લાય:

અપ્લાય કરવા માટે કેન્ડિડેટને travelguide.wowair.com પર જવું પડશે. ત્યારબાદ અહીંયા કેન્ડિડેટને પોતાનું હોમટાઉનનો બે મિનીટનો વીડિયો ક્લિપ અપલોડ કરવો પડશે.

થશે આટલા લાખ રૂપિયાની મહિનાની આવક:


હરિફાઇમાં પસંદગી માચે સફળ કેન્ડિડેટને વાઉ એરલાયન્સની સાથે કામ કરવા પર 2.64 લાખ રૂપિયાની મહિનાની કમાણી થશે. આ પ્રકારે ત્રણ મહિનામાં 8 લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે.

જૂનથી શરૂ થશે કામ:

સફળ આવેદકોને 1 જૂન થી 15 ઓગસ્ટ સુધી આઇસલેન્ડમાં રહેવું પડશે. એ દરમિયાન કેન્ડિડેટને વાઉ એરના ટ્રાવેલ ડેસ્ટિનેશન યૂરોપ અને નોર્થ અમેરિકાની સાથે આઇસલેન્ડને એક્સપ્લોર કરવી પડશે. અહીંયા ફરવાની સાથે પોતાનો એક્સપીરિયન્સ કંપની માટે લખવો પડશે.

કેન્ડિડેટને મળશે આ સુવિધાઓ:

પ્રત્યેક ટ્રાવેલરને રહેવા માટે અપાર્ટમેન્ટ્સમાં વ્યવસ્થા કરવામાં આવશે, જે ફ્રી ઓફ કોસ્ટ હશે. આ ઉપરાંત એને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પણ મળશે. ટ્રાવેલ અને રહેવાનો ખર્ચ કંપની કરશે.

You might also like