વિદેશ જનાર યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો

ભરૂચ : ભરૂચ શહેરના યુવાનને ઉંચા પગારની નોકરી માટે દેશ છોડીને વિદેશી જવાનું ભારે પડી રહયું છે.સાઉદીઅરબના દમામ ખાતે ડ્રાયવરની નોકરી માટે બોલાવી કડીયાકામની મજૂરી કરાવ્યા બાદ પાસપોર્ટ લઈ ત્રણ મહિના બાદ નોકરીમાંથી કાઢી મકતાં હાલ ભરૂચમાં રહેતો પરિવાર ભારે યાતનામાંથી પસાર થઈ રહયો છે. પરિવારનું ભરણપોષણ કરવા યુવાનના ૭૫ વર્ર્ષની ઉંમર ધરાવતાપિતાએ ફરી ટ્રક ચલાવવાની નોકરી કરવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મારૂતિનગર સોસાયટીમાં રહેતા ટ્રક ચલાવવાની નોકરી કરતા અનિલ અબ્દુલ કરીમ શેખ (ઉ.વ.૪૦) એ શબાનાબાનુ સાથે લગ્ન કર્યા બાદ મોહમદ ફૈઝ અને મોહમદ ફૈઝ નામના બે પુત્રો તથા સુમૈયા નામની એક પુત્રી હતી. અનિષને વધારે કમાવવાની લાલચ થતાં તેણે વિદેશમાં નોકરી શોધવાનું ચાલુ કર્યું હતું. દરમિયાન શહેરનાપાંચબત્તી વિસ્તારમાં ઓફિસ રાખી વિદેશમાં નોકરી અપાવવાનું કામ કરતાં સમીર નામના ઈસમે રૂ. ૫૦ હજાર લઈ તેને સાઉદઅરબના દમામ ખાતેની અલમહાર કંપનીમાં ડ્રાયવર તરીકેની નોકરી અપાવી હતી.

અનિષ સાઉદી અરેબીયા દમામ શહેરમાં પહોંચતા તેના માલિકોએ અનિષને ડ્રાયવરનું કામ કરાવવાના બદલે કડીયાકામની મજૂરીમાં લગાવી દીધો હતો. જયાં ત્રણ મહિના નોકરી કરાવ્યાબાદ માલિકોએ અનિષનો પાસપ્રોટ છીનવી લઈ નોકરી બહાર કાઢી મૂકયો હતો. હકીકતની જાણ થતાં અનિષના પિતા તથા પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અનિષ દુબઈના જુદા જુદાશહેરમાં ફરી કડીયાકામની નોકરી કરી રહયો હતો પરંતુ તેના પગારમાંથી માત્ર તેનું જ પુરું થતું હતું.

ભરૂચમાં રહેતા પરિવાર માટે ભૂખમરાના દિવસો આવ્યા હતા. શાળામાં ભણતા અનિલના ત્રણ બાળકોના ભવિષ્યનો પ્રશ્ન ઉભો થયો હતો. જો કે હાલના તબક્કે શાળાએ બાળકોની છ માસની ફી બાકી હોવા છતાં બાળકોને શાળામાંથી કાઢી મૂકાયા નથી. પરંતુ બે ટંકનું ભોજન મળવાના ફાંફાં પડતા અનિષના ૭૫ વર્ષના પિતા અબ્દુલ કરીમ શેખે પોતાનું નિવૃત્ત જીવન ત્યાગીને ફરી ટ્રક ડ્રાયવરની નોકરી ચાલુ કરી પરિવારના ભરણ પોષણની જવાબદારી સ્વીકારી હતી.

સાઉદી અરબના દમામ ખાતે ફસાયેલા અનિષ વિશે પુછતાં તેમના પિતાએ જણાવ્યું હતું કે, અનિષના જેવા અસંખ્ય કિસ્સા બન્યા છે. અંદાજે ૯૦ જેટલા ભારતીય યુવાનો વિદેશમાં નોકરી કરવાની લાલચે ગયા બાદ ફસાયા છે. જો કે ત્યાંની સરકાર યોગ્ય ન્યાય કરશે તો તેમના તતા અન્યોના દિકરા સુખ સલામત ભારત પર આવશે.

You might also like