2 લાખથી વધુ જ્વેલરી કેશમાં ખરીદવા પર આપવો પડશે 1% TCS

નવી દિલ્લી: આગામી એક એપ્રિલથી 2 લાખ રૂપિયાથી વધુના આભૂષણો કેશમાં ખરીદવા પર એક ટકા ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે ટીસીએસ ચૂકવવો પડશે. અત્યાસ સુધી આ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી હતી.

2017નું બજેટ રજૂ થયા બાદ આભૂષણો પણ સામાન્ય વસ્તુઓની શ્રેણીમાં આવી જશે જેના પર 2 લાખ રૂપિયાથી વધુ ખરીદી પર એક ટકો ટીસીએસ ચૂકવવો પડશે. આ બજેટમાં ટીસીએસ માટે 5 લાખ રૂપિયાથી વધુના આભૂષણો ખરીદવાની મર્યાદાને પૂર્ણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કારણ એ છે કે 2017-18ના બજેટમાં 3 લાખ રૂપિયાથી વધુ કેશની લેવડદેવડ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. તેના ઉલ્લંઘનમાં કેશ સ્વીકાર કરનારી વ્યક્તિ પર એટલી જ કેશનો દંડ લગાડવાની ગોઠવણ કરવામાં આવે છે. જ્યારે કે આભૂષણોની ખરીદી પર કોઈ ખાસ નિયમ નથી. એવામાં તેને સમાન્ય ઉત્પાદનો સાથે ભેળવી દેવામાં આવ્યું છે.

You might also like