જાન્યુઆરીથી કાર ખરીદવી મોંઘી થશે

મુંબઇ: દેશની સૌછી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરીથી તમામ કાર મોડલ પરની કિંમતમાં ૨૦ હજાર સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે અન્ય કાર ઉત્પાદક કંપનીમાં પણ કારના ભાવમાં વધારો કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હ્યુન્ડાઇ કાર કંપનીએ આ અગાઉ કારના ભાવમાં રૂ. ૩૦ હજારનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. ઓટોમોબાઇલ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલર સામે રૂપિયાની નરમાઇની અસરે કંપનીઓનાં માર્જિન પર વધતાં પ્રેશરના પગલે કંપનીઓએ ભાવવધારો કરવાની ફરજ પડી છે. તમામ કેટેગરીમાં આગામી જાન્યુઆરીથી કારના ભાવમાં એકથી ત્રણ ટકાનો વધારો આવે તેવી શક્યતા છે.

દરમિયાન પાછલા કેટલાક સમયથી કાર કંપનીઓના વેચાણમાં સતત ઘટાડો નોંધાતો હતો, પરંતુ ઓક્ટોબર-નવેમ્બર મહિની ફેસ્ટિવલ સિઝનમાં કાર કંપનીઓને રાહત થઇ હતી અને કંપનીઓનું વેચાણ વધ્યું હતું. જાન્યુઆરીથી આવનારા ભાવ વધારાની અસરે વેચાણ પર પણ અસર પડી  શકે છે.

એવાં કયાં કારણ છે કે જેથી કંપનીઓ ભાવ વધારો કરી રહી છે
• રૂપિયાની નરમાઈએ કંપનીઓને આયાતી પાર્ટ્સની પડત ઊંચી આવી છે.
• કંપનીઓને કારની પડતર ઊંચી આવી રહી છે.
• ઓટો કંપનીઓનું માર્જિન ઘટી રહ્યું છે તેથી ભાવ વધારો કરવાની ફરજ પડી છે.

You might also like