માત્ર 50 હજારમાં થઇ શકે છે આ ગામ તમારું

ઘર ખરીદવા માટે વર્ષોથી રૂપિયા એકત્રિત કરી રહ્યા છો તો તમે આ ઓફરને સાંભળીને હેરાન થઇ શકો છો. હવે તમે એક ઘર નહીં પરંતુ આખું ગામ ખરીદી શકો છો એ પણ એક 100 સીસીની મોટરસાઇકલથી પણ ઓછી છે. ખાસ વાત એ છે કે ગામ કોઇ સાધારણ ગામ નથી પરંતુ 11 મી સદીથી જૂનું એક ઐતિહાસિક ગામ છે.

હંગરીની રાજધાની બુડાપેસ્ટથી નજીક 200 કિલોમીટરના અંતર પર એક ગામ છે ‘મેગયર’. આ ઐતિહાસિક ગામની આર્થિક હાલાત કથળી ગયેલી છે. ગામની આર્થિતિ સ્થિતિ સુધારવા માટે મેયર ક્રિસ્ટોફ પેજરે એક અનોખી રીત શોધી નિકાળી છે. પૈસા એકત્રિત કરવા માટે એમને આ ગામ ભાડા પર આપવાનો નિર્ણય કર્યો છે. એના માટે તમારે વધારે કિંમત ચુકવવી પડશે નહીં. માત્ર 700 યૂરો એટલે કે 50 હજાર રૂપિયા આપવા પડીને એક દિવસ માટે આ ગામના માલિક બની શકો છો.

પેજરના જણાવ્યા અનુસાર આ ઓફરમાં ગણા બધા લોકોએ રસ દાખવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 1000થી વધારે આ બાબતે પૂછપરછ કરી છે અને આશરે 400 લોકોએ આ ગામ બુક કરાવ્યું છે. ભાડાના રૂપમાં મળનારી રકમ ગામના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે.

આ ગામમાં 7 ગેસ્ટ હાઉસ છે જેમાં 39 લોકો આરામથી રહી શકે છે. ગામને ભાડેથી લેનાર લોકોને 4 રસ્તા, એક બસસ્ટોપ, એક મરઘી પાલન ઘર, 6 ઘોડા, 2 ઘોડા, 3 ઘેંટા અને 10 એકડ ખેતી પણ મળશે. આટલું જ નહીં ગામને ભાડા પર લેનાર લોકો અસ્થાયી રીતે ગામના ડેપ્યુટી મેયરનું પણ પદ આપવામાં આવશે. અહીંયા આવનાર ટૂરિસ્ટ પોતાની પસંદગી અનુસાર સોસાયટીના નામ બદલી શકે છે.

http://sambhaavnews.com/

You might also like