માત્ર 501 રૂપિયામાં મળી રહ્યો છે 8000નો સ્માર્ટફોન, આવી રીતે મળશે તક

તમને રિંગિંગ બેલ્સનો ફ્રિડમ 251 સ્માર્ટફોન તો યાદ હશે, હવે એક એવો સ્માર્ટફોન પણ આવી રહ્યો છે જેની કિંમત માત્ર 501 રૂપિયા હશે. ભારતમાં જ બનનારો ChampOne C1 નામનો આ સ્માર્ટફોનની અસલ કિંમત તો 7,999 રૂપિયા બતાવવામાં આવી રહી છે. પરંતુ તેને 18 નવેમ્બરે એક ફ્લેશ સેલમાં માત્ર 501 રૂપિયામાં વેચવામાં આવશે. બે મહિના પહેલા પણ champ1india કંપનીએ એવા જ ફ્લેશ સેલની જાહેરાત કરી છે, જોકે પછી તેને માંડી વાળી હતી.

આ ફોન મેળવવા માટે શું કરવું પડશે
કંપનીએ ફોન ખરીદનારાઓ માટે એક અનોખી ઓનલાઈન રીત કાઢી છે. એમાં કસ્ટમરને પહેલા 51 રૂપિયામાં ChampOne1 ક્લીન માસ્ટર મોબાઈલ એપ ખરીદવી પડશે. જેને 3 નવેમ્બરથી ખરીદી શકાય છે. ક્લીન માસ્ટર એપમાં પોતાની જરૂરી ડિટેલ નાંખી રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરું કરો અને Confirm Order પર ક્લિક કરો. ત્યાર બાદ એક પેમેન્ટ વિંડો ઓપન થશે, જેમાં પોતાનો મોબાઈલ નંબર, ઇમેલ નાંખ્યા પછી ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ/વોલેટથી 51 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે માત્ર એમ કરનારા એગ્ઝિસ્ટિંગ ગ્રાહકો જ ફ્લેશ સેલમાં ફોન ખરીદી શકશે અને કોઈ પણ પ્રી-બુકિંગ ઓર્ડર નહિ લેવામાં આવે. 51 રૂપિયા ખર્ચ કર્યા પછી કસ્ટમર સેલમાં ભાગ લેવા માટે યોગ્ય થઈ જશે. પહેલા સ્ટેપમાં 51 રૂપિયાનો ખર્ચ ChampOne ક્લીન માસ્ટર એપ ડાઉનલોડ કરવા માટે લેવામાં આવશે, 501 રૂપિયામાં તેને નહિ ઉમેરવામાં આવે. જો ગ્રાહક 18 તારીખે ફ્લેશ સેલમાં ફોન ખરીદીવામાં સફળ થઈ જશે તો 501 રૂપિયાનો આ ફોન માત્ર કેશ ઓન ડિલિવરી (COD) આપવામાં આવશે.

You might also like