હવે ઘેર બેઠાં ગંગા!

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને મનોજ સિંહાએ એક નવી યોજનાનો શુભારંભ કર્યો છે જે હેઠળ દેશની તમામ પોસ્ટ ઓફિસ પર ગંગાજળ ઉપલબ્ધ બનશે અને પોસ્ટ વિભાગ ગંગાજળને તમારા ઘર સુધી પહોંચાડી પણ દેશે.

દેશની મુખ્ય પોસ્ટ ઓફિસોમાં ર૦૦ અને પ૦૦ મિલી લિટરના પેકમાં ગંગાજળ ઉપલબ્ધ છે. ઋષિકેશના ર૦૦ મિલી ગંગાજળની કિંમત ૧પ રૂપિયા અને પ૦૦ મિલીની કિંમત રર રૂ. હશે. ગંગોત્રીનાં ગંગાજળની કિંમત રૂ.રપ અને રૂ.૩પ રખાઇ છે.

ગંગાજળનું દરેક જગ્યાએ અલગ જ મહત્વ હોય છે. આ જ કારણ છે કે લોકો પણ ગંગા કિનારે વસેલાં શહેરો હરદ્વાર, પ્રયાગ, ગંગા સાગર, કોલકાતા સુધી જાય છે. પરિવારજનો તેમને ગંગાજળ લાવવાનો આગ્રહ કરતા હોય છે. પોસ્ટ વિભાગે આ જ બાબત ધ્યાનમાં રાખી આ સેવા શરૂ કરી છે.

ગંગોત્રી ગંગા નદીનું ઉદ્ગમ સ્થળ છે અને ઋષિકેશમાં ભગવાન વિષ્ણુનાં પગલાં પડ્યાં હોવાની વાત કહેવાય છે તેથી આ બંને સ્થળોનાં ગંગાજળનું અલગ જ મહત્વ છે. ગંગાજળને ઘરમાં રાખવામાં આવે છે. ઉપરાંત ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ તેનો ઉપયોગ થાય છે.

You might also like