ટ્રમ્પની ‘Buy American, Hire Americans’ નીતિથી ભારતીયોને પડી શકે મોટો ફટકો

વોશિંગ્ટન: અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. ટ્રમ્પે બુધવારે જણાવ્યું છે કે તેમની સરકાર ‘અમેરિકામાં બનેલો સામન ખરીદો અને અમેરિકનોને જ નોકરીએ રાખો’ના સિદ્ધાંત પર ચાલશે. જણાવી દઈએ કે પોતાના ચુંટણી પ્રવચનોથી જ ટ્રમ્પ વારંવાર અમેરિકાના હિતોનો મુદ્દો ઉઠાવતા આવ્યા છે. તે સતત અમેરિકમાં પહેલા અમેરિકનોને જ નોકરીએ રાખોની વાત કરતા આવ્યા છે.

ટ્રમ્પે પોતાના આ પ્રમાણેના નિવેદનોથી કટ્ટર રાષ્ટ્રીયતાની છબી બનાવી લીધી છે. એના હેઢળ બયાનબાજીથી ભારત સહિત દુનિયાના બીજા દેશો પણ ગભરાઈ ગયા છે. ટ્રમ્પે બયાબાજીથી સૌથી મોટી અસર ભારતીયોને થઈ શકે છે.

– ટ્રમ્પે બુધવારના વિસ્કોનસનમાં થેંક યુ ટુરમાં કહ્યું કે મરા શાસન બે સરળ નિયોમાનું પાલન કરશે.

– આ બે નિયમો છે ‘બાય અમેરિકન્સ અને હાયર અમેરિકન્સ.’ જલદી જ અમારું પ્રશાસન એમ કરવા જઈ રહ્યું છે.

– ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી સતત અમેરિકન ફર્સ્ટનો રાગ આલાપી રહ્યા છે. સાથે જ વિદેશી લોકોને અમેરિકનોની નોકરી છીનવી લઈને કઠેરામાં ઊભા કરી રહ્યા છે.

– ટ્રમ્પે કહ્યું કે વેપારના મોર્ચે અમારો દેશમાં 800 અબજ ડોલરના વાર્ષિક નુકસાનમાંથી પસાર થઈ રહ્યું છે.

– હું પૂછવા માંગીશ કે ડિલ કોણે કરી છે. હવે સમય આવી ગયો છે કે અમારે એના પર વિચારવું પડશે.

– તેમણે કહ્યું કે નાફ્ટા પછી અમેરિકા નિર્માણ ક્ષેત્રમાં એક તૃતીયાંશ નોકરીઓ ગુમાવી ચૂક્યા છે.

– ટ્રમ્પે પોતાના આ પ્રકારના બયાનથી એક વાર ફરીથી અમેરિકાની જનતાને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે.
ભારતીયોને નિશાનો બનાવી શકે છે ટ્રમ્પની નીતિ

જણાવી દઈએ કે ભારતીય આઈટી કંપનીઓનો અમેરિકામાં મોટો વેપાર છે.

– અમેરિકામાં 72 ટકા ભારતીયો એચ-1બી વીઝા હોલ્ડર છે જે અહીં વિવિધ કંપનીઓમાં કારમ કરે છે.

– એવામાં ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ ભારત સહિત ચીનને પોતાનો નિશાન બનાવી શકે છે.

– જો ટ્રમ્પે માઇગ્રેશનને લઈને વીઝાની કોઈ પણ નીતિમાં ફેરફાર કર્યો તો ભારતીયોની નોકરીઓ મોટા પ્રમાણમાં જઈ શકે છે.

– ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળશે. એવામાં તેમની આ પ્રકારની બયાનબાજીથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ગભરાટ પેદા થઈ ગયો છે.

You might also like