ઓનલાઇન મળી રહી છે 2000ની નોટ, લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી

નવી દિલ્લી: 2000 રૂપિયાની નવી નોટ મેળવવા માટે હવે તમારે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ચાહો તો ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સ પરથી તમે 2000ની નોટ મેળવી શકો છો. ઓનલાઇન શોપિંગ સાઇટ eBay પર તમને મળી શકે છે 2000 રૂપિયાની નવી નોટ. આ નોટ તમને કોઈ પણ તકલીફ વેઢ્યા વગર આસાનીથી મળી શકે છે. નહિ ઊભું રહેવું પડે લાંબી કતારોમાં નહિ, ફોર્મ ભરવાની ઝંઝટ.

eBay પર 2000 રૂપિયાની નોટ મળી રહી છે. જોકે, એની કિંમત 4,000 લખાયેલી છે. નોટ માટે ડેબિટ કાર્ડ કે ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેવાયું છે. જો તમે ધાર્મિક હો અને ચોક્કસ આંકડામાં માનતા હો તોપણ eBay તમને મદદ કરવા માટે તૈયાર છે. સાઇટ પર એક સેલર દ્વારા 786ના આંકડાવાળી નોટ 22,000 રૂપિયામાં મળી રહી છે. તો આવી જ અન્ય 2000ની નોટોની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી અધધ બતાવાઈ રહી છે.

આ બધી નોટ સ્વતંત્ર સેલર્સ દ્વારા મુકાઈ હોવાનું eBay પર જણઆવવામાં આવ્યું છે. યુએસ બેસ્ડ ઇકોમર્સ કંપની સ્પોક્સપર્સને જણઆવ્યું કે 2000ની નોટનું હજી સુધી કોઈ સક્સેસફૂલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી.

You might also like