હૈદરાબાદમાં ગરમી વધી, ટ્રાફિક જવાનો માટે છાશનું વિતરણ

ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો વધ્યો છે. દેશના કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ઉંચો જોવા મળ્યો. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ઘમા રાજ્યોમાં ગરમીનો પારો ઉંચકાયો છે, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારવા લાગ્યા છે.

નાગપુરમાં 40 ડિગ્રીએ તાપમાન પહોંચતા તેની અસર જનજીવન પર પડી હતી. જાહેર રસ્તા પર વાહનોની અને સ્થાનિકોની અવર જવરમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો. તો હૈદરાબાદ પણ હીટવેવની લપેટમાં આવ્યું હતું.

હૈદરાબાદમાં ગરમી વધી જતાં રોડ પર ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને ગરમીથી થોડુ રક્ષણ મળે તે માટે ટ્રાફિકના અધિકારીઓએ છાશનું વિતરણ કર્યું હતું. બીજી તરફ, પૂણેમાં પણ આ હીટવેવની અસર વર્તાઈ હતી. ઘરની બહાર નીકળતા લોકોએ હીટવેવથી બચવા માટે મોંઢે દુપટ્ટા અને રૂમાલ બાંધવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરમાં પણ ગરમી વધી રહી છે, જેનાથી બચવા લોકો ઝાડ નીચે બેસવું પસંદ કરી રહ્યા છે, તો લોકો ગરમીમાં બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

You might also like