બટરસ્કોચ આઇસ્ક્રીમ ઘરે જ બનાવો

સામગ્રી

3 કપ દૂધ

½ કપ ઘાટ્ટુ દૂધ

½ કપ દળેલી ખાંડ

1 ચમચી બટર સ્કોચ એસેન્સ

½ કપ દૂધ પાવડર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક બાઉલમાં દૂધ, ખાંડ અને દૂધનો પાઉડર બરોબર મિક્સ કરી લો. તેને બરોબર મિક્સ કરો. જેથી દૂધમાં ગઠ્ઠા ન રહી જાય. મીડિયમ આંચમાં નોનસ્ટિક પેનમાં દૂધના મિશ્રણને એડ કરો. જ્યારે તે બરોબર ઉકળી જાય એટલે તેને ગેસ પર ઉતારીને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેમાં બટર સ્કોચ એસેન્સ મિક્સ કરીને બરોબર મિક્સ કરી લો. વાસણને એલ્યુમિન્યમ ફોઇલથી ઢાંકી દો અને ફીઝરમાં રાખી લો. નિશ્ચિત સમય બાદ તેને ફ્રીઝમાંથી નિકાળી અને બરોબર મિક્સ કરી ક્રશ કરી લો. હવે ફરી તેને વાસણમાં કાઢી એલ્યુમિન્ય ફોઇલથી ઢાંકીને 8થી 10 કલાક ફ્રીઝમાં રાખો. નિશ્ચિત સમય બાદ બટર સ્કોચ આઇસ્ક્રિમને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લો.

http://sambhaavnews.com/

You might also like