પ્રત્યૂષા પહેલા પણ આ લોકોએ કરી આત્મહત્યા..

મુંબઇઃ ફિલ્મી નગરીમાં દરેક વ્યક્તિ પોતાની કિસ્મત અજમાવવા માંગે છે. દરેક વ્યક્તિને પૈસા, નામ અને એશોઆરામવાળી જિંદગી જોઇએ છીએ. પરંતુ જ્યારે સ્ટાર બની ગયા પછી આ બધી વસ્તુ તેમનાથી દૂર જવા લાગે છે. તો બસ એક જ રસ્તો આ સ્ટાર્સને દેખાય છે અને તે છે આત્મહત્યા. ટીવીની જાણીતી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ ગઇકાલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ અને જીંદગી ટૂંકાવી દીધી છે. તેના આ પગલાંથી ઇન્ડસ્ટ્રિમાં સૌ કોઇ ચોકી ઉઠ્યા છે. ત્યારે પ્રત્યૂષા બેનર્જી જેવા ઘણા કલાકારો છે કે જેમણે જિંદગીથી કંટાળીને આવું અંતિમ પગલું ભર્યું હોય.

ઝિયા ખાનઃ ફિલ્મ નિશબ્દ, ગજની અને હાઉસફૂલ જેવી ફિલ્મ કરી ચૂકેલી અભિનેત્રી ઝિયા ખાને પણ 3 જૂલાઇ 2013ના રોજ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. કરિયર અને પ્રેમ બંનેમાં નિષ્ફળતા પ્રાપ્ત થતા ઝિયાએ મોતને વહાલું કર્યું હતું.

શિખા જોશીઃ હાલમાં જ શિખા જોશી પણ પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવી હતી. તેણે ફિલ્મ બીએ પાસમાં કામ કર્યું હતું. શીખાએ મરતા પહેલાં કેટલાક લોકો પર શારીરિક સતામણીનો આરોપ લગાવ્યો હતો.

varsha-bhosale-newવ્રર્ષા ભોસલેઃ જાણીતી ગાયિકા આશા ભોશલેની પુત્રી વર્ષા તેના લગ્નસંબંધોથી નિરાશ હતી. વર્ષાએ વર્ષ 2012માં પોતાને ગોળી મારી દીધી હતી. આ પહેલાં પણ તેણ  2008માં આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી.

કુલજીત રંધાવાઃ કુલજીતે કેટ્સ, કોહિનૂર અને હિપ હિપ હુરૈ જેવી સિરીયલોમાં કામ કર્યું હતું. વર્ષ 2006માં તેણે આત્મહત્યા કરી હતી અને સુસાઇટ નોટમાં સ્ટ્રેસના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું હતું.kuljeet-randhawa-new

વિવેકા બાબાજીઃ કામસૂત્રની જાહેરાતથી ચર્ચામાં આવેલી વિવેકા બાબાજીએ 25 જૂન 2010ના રોજ 37 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી. આ પહેલા વર્ષ 1993માં તેમે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મિસ મોરીશયસ પણ રહી ચૂકી છે. અંગત જીવનમાં આવી રહેલા ઉતાર-ચઠાવને કારણે વિવેકાએ આત્મહત્યા કરી હતી.viveka-babajee-new

નફીસા જોસફઃ વર્ષ 1997માં મિસ ઇન્ડિયા યૂનિવર્સની વિજેતા, મોડલ અને એમટીવી ચેનલની વીડિયો જોકી રહી ચૂકેલી નફીસાએ 29 જુલાઇ 2004ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

સિલ્ક સ્મિતાઃ દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સ્લિક સ્મિતાએ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં પોતાની ઓળખ બતાવી હતી. જેણે 23 સપ્ટેમ્બર 1996ના રોજ આત્મહત્યા કરી લીધી હતી.

દિવ્યા ભારતીઃ દિવ્યા ભારતી ફિલ્મી દુનિયામાં એક એવું નામ છે કે જેણે 19 વર્ષની ઉંમરમાં ઇન્ડસ્સ્ટ્રીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. 90ના દશકમાં નંબર વનના સ્થાન પર રહેલી અભિનેત્રીએ નાની ઉંમરમાં આત્મહત્યા કરીને સૌને ચોકાવી દીધા હતા. તેણે 5 એપ્રિલ 1993ના રોજ તેના ઘરની બ્લાકનીમાંથી મોતની છલાંગ લગાવી હતી.

 

You might also like