હવે ખોટું IT રીટર્ન ભરનારા પગારદાર પર થશે કાર્યવાહી..

આયકર વિભાગે પગારદાર વર્ગે કરદાતાઓને ચેતાવણી આપી છે કે જો આયકર રીટર્નમાં જો તેમને આવક ઓછી બતાવવી કે પછી રાહત વધારીને બતાવી છે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કરવાની જવાબદારી તેમના એમ્પ્લોયર પર થશે.

-આયકર વિભાગે જાહેર કરી ચેતાવણી
-ઓછી અને વધારે રાહત બતાવવાથી બચો
-આવું કર્યુ તો એમ્પ્લોયર લેશે એક્શન

આયકર રીટર્નની પ્રોસેસિંગ કરનારા બેન્ગલુરૂ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરે પોતાની એડવાઈઝરીમાં કીધુ કે કરદાતાઓ એવા કર સલાહકારોથી ચેતે જે તેમનુ આયકર બચાવવા માટે આવક છુપાવે છે કે રાહતને વધારી-ઘટાડીને દેખાડવાની સલાહ આપે છે. આવાં ટેક્સ પ્લાનરો અને સલાહકારોને પણ ચેતવવામાં આવે છે કે જો પકડાઈ ગયા તો તેમના વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

સીપીસીએ કહ્યુ કે કર બચાવવાના પ્રયાસમાં ખોટી રીતથી આયકર રીટર્ન ભરવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ચેતાવી જારી કરવામાં આવી છે. આવું કરવુ આયકર કાયદામાં દંડનીય ગુનો છે. જે પગારદારનું રીટર્ન ખોટુ નિક્ળયું, તેના એમ્પલોયરને તેની જાણ કરવામાં આવશે. આવાં કર્મચારીઓ વિરૂદ્ધ એમ્પલોયરે કડક પગલાં લેવા પડશે.

તમને જણાવી દઈએ કે આયકર વિભાગે ઈનફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ઘણી નામચીન કંપનીઓના કર્મચારીઓને કર બચાવવાની સલાહ આપનારા એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ તાજેતરમાં જ ગુનાનો કેસ દાખલ કર્યો છે.

You might also like