શોપિંગ-રેસ્ટોરાં બાદ હવે Salary પર પડશે GSTનો માર… શું વધશે ટેક્સ?

કંપનીઓ GSTનો વધતો બોજો જોતા ઘણા ફેરફાર કરી શકે છે. તેમને કર્મચારીઓના કંપનસેશન પેકેજ અથવા હ્યૂમન રીસોર્સ બેનિફિટ્સમાં બદલાવ કરવા પડી શકે છે જેથી કરીને તેમના પર ટેક્સ બોજો ઘટી શકે. હોમ રેન્ટલ, એક સીમાથી વધારે ટેલિફોન ચાર્જીસનુ રીઈંબર્સમેન્ટ, એક્સટ્રા કવરેજના માટે મેડિકલ પ્રિમીયમ, હેલ્થ ચેક-અપ, ટ્રાન્સપોર્ટેશન, જિમનો ઉપયોગ, યૂનિફોર્મ કે આઈડેન્ટિટી કાર્ડસના રીન્યૂઅલ પર પણ કંપનીઓને જીએસટી ભરવુ પડી શકે છે.

ટેક્સ જાણકારોએ કંપનીઓને સલાહ આપવાનું શરૂ કરી દીઘું છે કે એ એમના એચઆર ડિપાર્ટમેન્ટને કર્મચારીની સેલેરી બ્રેકઅપને નવી રીતે સમજવા માટે કહે. નોંધનીય છે કે ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે હાલમાં આપેલા એક ચુકાદા બાદ કંપનીઓ કર્મચારીની સેલેરીને લઇને સજાગ થઇ ગઇ છે.

નોંધનીય છે કે એએઆરે એક ખાસ કેસમાં ચુકાદો આપ્યો છે કે કંપનીઓ દ્વારા કેન્ટીનમાં ચાર્જિસના નામ પર કર્મચારીની સેલેરીમાંથી કાપ જીએસટીના હેઠળ હશે. આ નિર્ણય બાદ જાણકારોનું માનવું છે કે કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવી રહેલી સુવિધાઓ જેની સરખામણીમાં તાપ કરવામાં આવે છે તો જીએસટી હેઠળ કરવામાં આવશે.

હાલમાં કંપનીઓ કર્મચારીઓને કોસ્ટ ટૂ કંપનીના આધાર પર સેલેરી પેકેજ તૈયાર કરતી હતી અને ઘણી સેવાઓની સરખામણીમાં કાપને સેલેરીનો ભાગ બનાવવામાં આવતો હતો. પરંતુ જો હવે એને જીએસટી હેઠળ લેવામાં આવે છે તો કંપનીઓ કોઇ કર્મચારીની કોસ્ટ ટૂ કંપનીને આધાર રાખતાં એના બ્રેકઅપમાં ફેરફાર કરશે. જેનાથી કંપનીની ટેક્સ આપવા માટે કોઇ અસર ના થાય.

You might also like