એક્શન મોડમાં સરકાર, ઘણા રાજ્યોના ATMમાં પહોંચ્યા પૈસા

નવી દિલ્લી: દેશના ઘણા રાજ્યોમાં ઉભી થયેલી કેશની સમસ્યાનો સમાધાન લાવવા માટે સરકારે કાર્યવાહી હાથ ધરી લીધી છે. ગુરૂવારે જ સરકારે એ રાજ્યોમાં કરન્સી મોકલવાનો આદેશ કરી દીધો છે જેથી કરીને આ સમસ્યાનો નિવાર્ણ લાવી શકાય. કરન્સીનો જથ્થો ઘણા રાજ્યોમાં ગુરૂવાર સાંજ સુધીમાં પહોંચી ગઈ હશે અને ઘણા ATMમાં કેશ મળવાનું શરૂ કરી દીધુ હતુ.

ન્યૂઝ એજન્સી અનુસાર, નાણા મંત્રાલયથી જોડાયેલા સુત્રોએ જણાવ્યુ હતુ કે દેશમાં લગભગ 86 ટકા ATM સારી સ્થિતીમાં છે અને કેશ ડિસ્પેન્સ કરી રહ્યા છે. ત્યારે પંજાબ, હરિયાણા, જમ્મૂ-કશ્મીર, મહારાષ્ટ્ર, નોર્થ-ઈસ્ટ, ઓરિસા અને તમિલનાડુમાં 90 ટકાથી પણ વધારે ATM કેશ ડિસ્પેન્સ કરી રહ્યા છે. આની સિવાય સરકાર બિહારમાં વધારે 1000 કરોડ આપવાની યોજના બનાવી છે.

સુત્રોએ આગળ જણાવ્યુ હતુ કે બિહારમાં 66 ટકા ATM મશીનોમાં હવે પૈસા છે. તેલંગણામાં 77 ટકા ATM મશીનોના દ્વારા પૈસા ડિસ્પેન્સ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં 70 ટકા મશીનોમાંથી કેશ નિકળે છે.

You might also like