સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ દસ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

અમદાવાદ: બોરસદ નજીક બોચાસણ રોડ પર સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં દસ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.  અા અંગેની વિગત એવી છે કે એક્સેલન્સ ઈંગ્લિશ મીડિયમની સ્કૂલ બસ સવારે વિદ્યાર્થીઓને લઈ જતી હતી ત્યારે બોરસદ રોડ પર બોચાસણના પાટિયા પાસે પાછળથી અાવેલી ટ્રકે બસને ટક્કર મારતાં અા અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કર લાગતાં જ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી મૂકતાં અાજુબાજુના રહીશો ઘટનાસ્થળે દોડી અાવ્યા હતા અને અા ઘટનામાં ઈજા પામેલા તમામ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

બનાવની જાણ થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઘટનાસ્થળે દોડી અાવ્યા હતા. અા બનાવમાં સ્કૂલ બસને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદ્નસીબે મોટી જાનહા‌િન થતાં ટળી હતી. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like