ભારતીય મૂળના બસ ડ્રાઇવરને ઓસ્ટ્રેલિયામાં જીવતો સળગાવ્યો

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના 29 વર્ષના એક બસ ડ્રાઇવરને જીવતો સળગાવવામાં  આવ્યો છે. મનમીત અલીશરમા ઉપર એક વ્યક્તિએ આગ લગાવવાના મશીનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 48 વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ઘટના ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરની છે મનમીત બ્રિસબેન સિટી કાઉન્સિલની બસ ચલાવતો હતો. રિપોર્ટ પ્રમાણે મનમીત પંજાબી કોમ્યુનિટીમાં ગાયકની રીતે પણ જાણીતો છે. ઘટના બાદ બસમાં સવાર લોકો પાછળના દરવાજેથી ભાગવામાં સફળ રહ્યાં હતા. જો કે 6 લોકો ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.

પોલીસે માહિતી આપી છે કે જ્યારે પેસેન્જર બસમાં ચઢી રહ્યાં હતા ત્યારે હુમલા ખોર આવ્યો હતો. શનિવારે મનમીતના માનમાં બ્રિસ્બેનમાં ઝંડો અડધી કાઢીએ લટકાવવામાં આવશે.

You might also like