Categories: World

પેશાવરમાં સરકારી કર્મીઓને લઈ જતી બસમાં બ્લાસ્ટઃ ૧૫નાં મોત

પેશાવર: પાકિસ્તાનના પેશાવર શહેરમાં આજે સવારે સરકારી કર્મચારીને લઈ જઈ રહેલી બસમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ૧૫ કર્મચારી મોતને ભેટ્યા છે. જ્યારે ૨૫ ઘાયલ થયા છે. તેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે.
બ્લાસ્ટ પેશાવરમાં સુનહરી મસ્જિદ પાસે થયો અને તેનું નિશાન સિવિલ સેક્રેટરિયટ બસ હતી. આ બસ સરકારી કર્મચારીઓને મર્દનથી પ્રાંતિય રાજધાની લઈને જતી હતી. આ બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાનું કામ ચાલુ છે. સમગ્ર વિસ્તારમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ હુમલો મુખ્ય રસ્તા પર થયો અને બ્લાસ્ટ વખતે બસમાં લગભગ ૫૦ કર્મચારી હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે. બસ પેશાવર અને તેની આસપાસના વિસ્તારોમાં કર્મચારીને તેમની ઓફિસ સુધી શહેરમાં લઈ જઈ રહી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મોહમ્મદ કાસિફે જણાવ્યું કે હજુ આ ઘટના અંગે હજુ કંઈ પણ જાણકારી આપવી શક્ય નથી, પરંતુ વિસ્ફોટક બસમાં લગાવાયા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એક સ્કૂલ પર આતંકી હુમલો થયો હતો. જેમાં ૧૪૦ બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યાં હતાં.

divyesh

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

8 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

9 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

9 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

9 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

9 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

11 hours ago