બોડીયા નજીક ખાનગી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત, એકનું મોત, 8ને ઇજા

સુરેન્દ્રનગર: સુરેદ્રનગર જીલ્લામાં અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર બોડીયા ગામ પાસે રાજકોટથી સુરત તરફ જઈ રહેલ ખાનગી લઝરી બસ હાઇવે પર પડેલ ક્રેન સાથે ધડાકાભેર અથડાઇ હતી.

જેમાં બસમાં સવાર એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 8થી વધુ મુસાફરોને ઈજાઓ પહોચતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા.

જયારે આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હાઇવે પરનો ટ્રાફિક દુર કરી મૃતકની લાશને પી.એમ અર્થે હોસ્પિટલએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

You might also like