આ પથ્થર પાસે લાકડાં સળગાવતાં મળે છે WiFi સિગ્નલ

બર્લિન: પથ્થર અને આગથી વાઇ-ફાઇ સિગ્નલ, તમને વાંચી આશ્વર્ય થશે.પરંતુ આ સત્ય છે. જર્મનીના ન્યૂએનકિર્ચેનમાં એક એવું મ્યૂઝિયમ છે જ્યાં અદભૂત રીતે વાઇ-ફાઇ સિગ્નલ મળે છે. આઉટડોર સ્કલ્પચર્સનું મ્યૂઝિયમ છે.

જો કે અહી એક પથ્થરની અંદર વાઇફાઇ રાઉટર લગાવવામાં આવ્યું છે, પરંતું આ ત્યારે જ ચાલે છે જ્યારે તેની પાસે આગ સળગાવવામાં આવે. હકિકતમાં પથ્થરમાં એક થર્મોઇલેક્ટ્રિક જનરેટર લગાવવામાં આવ્યું છે, જેમાં ગરમીને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવવાની ક્ષમતા છે. તેના લીધે આગ સળગાવતાં વાઇફાઇ રાઉટરને વિજળી મળવા લાગે છે અને સિગ્નલ જનરેટ થાય છે.

આ પથ્થર લગભગ 1.5 ટનનો છે અને આ આર્ટવર્કને કીપએલાઇવ નામ આપવામાં આવ્યું છે. તેમાં એરમ બર્થોલ નામના વ્યક્તિએ બનાવ્યો છે. અહીં આવનાર વિજિટર્સને જાતે જ આગ લગાવીને વાઇફાઇ સિગ્નલ જનરેટ કરવા માટે કહેવામાં આવે છે. વિજિટર્સ તેનાથી પોતાના ફોનને પણ કનેક્ટ કરે છે.

You might also like