આતંકવાદી બુરહાનને ભારે પડી ઐયાશી : ગર્લફ્રેન્ડે જ કઢાવ્યું કાસળ

જમ્મુ : સેંકડો યુવાનોને આતંકવાદી બનાવનાર આતંકવાદી બુરહાન વાની પોતાની જ અંગતની મુખબીરીનો શિકાર બન્યો. એક ચેનલનાં અનુસાર બુરહાન વાની હિંસા આતંકવાદની સાથે સાથે પ્રેમનો પણ હિમાયતી હતો. આતંકવાદીની ઇશ્કમિજાજી જ તેને ભારે પડી હતી. સુત્રોનાં અનુસાર બુરહાન વાનીને કેટલીય યુવતીઓ સાથે સંબંધો હતા. આવી જ એક યુવતીએ લશ્કરને માહિતી આપી અને બુરહાની મરાયો.

બુરહાની આણ તો કેટલીય યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી ચુક્યો હતો. જો કે એક યુવતી હતી જે તેની ખાસ હતી. અન્ય યુવતીઓની તુલનાએ આ યુવતી પ્રત્યે તેને વધારે લગાવ હતો. જો કે આ યુવતીને બુરહાનીનાં ઇશ્કેમીજાજનો ખ્યાલ આવ્યો અને તેને ખોટું લાગતા તેણે લશ્કરને બુરહાનીની માહિતી આપી દીધી હતી.

ગર્લફ્રેન્ડને શંકા પડી હતી કે તે અન્ય યુવતીઓનાં પણ સંપર્કમાં છે. તેની સાથે ચેટિંગ કર્યા કરે છે. બુરહાનની આ અસલિયતનો ખ્યાલ આવતા ગર્લફ્રેન્ડને ઘણો જ આઘાત લાગ્યોહ તો. આ વાતને તે પચાવી શકી નહોતી. તેથી તેણે બુરહાનને સબક શિખવવા માટે લશ્કરને તેની માહિતી આપી દીધી હતી. લશ્કરની જાસુસ બનીને તેણે બુરહાનનું લોકેશન આપ્યું હતું. જો કે તેની ગર્લફ્રેન્ડે માહિતી આપ્યા બાદ જ બુરહાનનું એન્કાઉન્ટર થયું તેની કોઇ અધિકારીક પૃષ્ટી મળી નહોતી.

કઇ રીતે બુરહાન બન્યો આતંકવાદી અને ઠાર કરાયો.

– ત્રાલમાં રહેતા 14 વર્ષીય બુરહાનનાં ભાઇની સુરક્ષા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી દબનામી બાદ હિઝબુલ સાથે જોડાયો.
– ખીણમાં 7 વર્ષથી સક્રિય હતો.
– આતંકવાદી પર 10 લાખનું ઇનામ જાહેર કરાયું
– અમરનાથ યાત્રા પર હૂમલાની ધમકી આપતો વીડિયો બહાર પાડીને સમાચારમાં આવ્યો.
– આતંકવાદી બુરહાનનાં બદનસીબ પિતા શાળામાં શિક્ષક હતા.
– સોશ્યલ મીડિયા પર બુરહાન હંમેશા એક્ટિવ રહેતો હતો.
– દક્ષિણ કાશ્મીર હૂમલા માટે જવાબદાર હતો.

You might also like