બુરહાન વાનીની વરસીઃ કાશ્મીરમાં પોલીસ હાઈ એલર્ટ

આજે  હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોતની પ્રથમ વરસી છે. રાજ્ય પ્રશાસન અને પોલીસે તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે કે જેથી આતંકીઓ કે અલગતાવાદીઓ કોઇ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી શકે નહીં. પ્રશાસન દ્વારા આજે અમરનાથ યાત્રાને એક દિવસ માટે સ્થગતિ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૮ જુલાઇ ર૦૧૬ના રોજ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુરહાન વાની માર્યો ગયો હતો અને ત્યાર બાદ કાશ્મીર ખીણમાં મહિનાઓ સુધી હિંસક ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અલગતાવાદીઓ અને આતંકી સંગઠનોએ બુરહાન વાનીની વરસી પર કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. હુર્રિયત નેતાઓ અને હિઝબુલના સુપ્રીમ કમાન્ડર સૈયદ સલાહુદ્દીને કાશ્મીર ખીણમાં સજ્જડ બંધ પાળવા અને આખું સપ્તાહ વિરોધ દેખાવોના કાર્યક્રમો યોજવા એલાન આપ્યું છે.

You might also like