પહેલા અાર્મીમાં જવા ઇચ્છતો હતો બુરહાનઃ મુજફ્ફર વાની

નવી દિલ્હી: હિઝબુલ મુજાહિદ્દીનના મૃત્યુ પામેલા કમાન્ડર બુરહાન વાનીના પિતા મુજફ્ફર વાની કહે છે કે તેમનો પુત્ર પહેલા ઇન્ડિયન અાર્મી જોઈન્ટ કરવાનું સ્વપ્નું જોતો હતો અને પરવેઝ રસૂલની જેમ ક્રિકેટ રમતો હતો. ઉલ્લેખનીય છે કે અા વર્ષે ૮ જુલાઈના રોજ બુરહાન વાનીના એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા બાદથી ઘાટીમાં તણાવનો માહોલ છે.

રવિવારે કાશ્મીરના તમામ ભાગોમાંથી કરફ્યુ હટાવાયો છે. મુજફ્ફર વાનીઅે પોતાના પુત્ર અંગે જણાવ્યું કે ૫ અોક્ટોબર ૨૦૧૦ના રોજ તેણે ઘર છોડી દીધું હતું. તેના એન્કાઉન્ટરના બે મહિના પહેલા બુરહાનને મનાવવાની ઘણી કોશિશ કરી હતી કે ઘરે પાછો અાવી જા પરંતુ તે ન માન્યો.મુજફફર કહે છેકે બુરહાન૧૯૯૪માં જન્મ્યો હતો બાળપણમાં ઘાટીમાં તેણે સૌથી વધુ અસ્થિરતા જોઈ હતી. અાવા સંજોગોમાં તે દર્દ અનુભવતો હતો.

મુજફ્ફર અાગળ જણાવે છે કે બુરહાન જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે તેને ભારતીય સૈનાના એક જવાનને કહ્યું હતું કે તે અાર્મીમાં જોડાવવા ઇચ્છે છે. અા ઇચ્છા તેણે જ્યારે વ્યક્ત કરી હતી જ્યારે તેના ગામમાં અાતંકવાદીઅોને શોધવા માટે સૈનાનું સર્ચ અોપરેશન ચાલતું હતું. બુરહાનને અાર્મીનો ગણવેશ ખૂબ જ પસંદ હતો. તેને ક્રિકેટ સાથે પણ પ્રેમ હતો. તે ભારત માટે ક્રિકેટ રમવાનું પસંદ કરતો હતો. ઉરી હુમલા અંગે મુજફ્ફ વાનીનું કહેવું છે કે અાની પાછળ પાકિસ્તાનનો હાથ કેવી રીતે હોઈ શકે. જે પણ વ્યક્તિ અાતંકવાદી બન્યા બાદ કાશ્મીરમાં દાખલ થાય છે તે કાશ્મીરી છે. ભારતમાંથી પણ કોઈ મુસલમાન અહીં અાવી શકે છે. અા કાશ્મીરી અાતંકવાદીનો હુમલો પણ હોઈ શકે છે.

You might also like