બર્ગર ક્વીન બની હરિયાણાની સૌથી યુવા સરપંચ

ચંડીગઢઃ થોડા દિવસ પહેલાં ર૧ વર્ષની રેખારાની ચંડીગઢના ગ્લિટઝ એલાન્ટ મોલમાં એક ફાસ્ટફૂડ ચેઇનમાં કામ કરતી હતી. તેનું રોજનું કામ હતું બર્ગર ફ્રાય કરવાનું, પરંતુ ખેત મજૂરની પુત્રી રેખા હવે હરિયાણાની સૌથી નાની ઉંમરની સરપંચ બની ગઇ છે અને તેણે પરિવારનું નામ રોશન કર્યું છે. રેખાની આ ઉપલબ્ધી એટલે પણ ખાસ છે કેમ કે ફતેહાબાદના છાબલા મોટી ગામની તે પહેલી સાંસદ છે. આ પહેલાં છાબલા મોરી, સલેમ ખેડા અને ધાની મિયાં ખાન ગામની એક જ પંચાયત હતી.

આ વર્ષે ત્રણેય ગામમાં અલગ ચૂંટણીઓ થઇ હતી. રેખાએ પોતાના હરીફ નિર્મલકૌરને ર૧૯ મતથી પરાજિત કરી. હરિયાણામાં પંચાયતની ચૂંટણીઓનાં પહેલા ચરણ હેઠળ રવિવારે મતદાન થયું હતું. ગામમાં કુલ ૧૦૮૭ મત છે. જેમાં ૬૧૦ મત રેખાને મળ્યા હતા. પંચાયતની ચૂંટણી લડવા માટે શિક્ષિત હોવાની અનિવાર્યતા અને છાબલા મોરી ગામની સીટ મહિલા માટે આર‌િક્ષત હોવાના લીધે રેખા રાની ચૂંટણીમાં ઊતરી.

તેણે ધો.૧ર સુધીનો અભ્યાસ કર્યો છે. આઠ મહિનાથી ચંડીગઢના એક બર્ગર આઉટલેટમાં કામ કરે છે. રેખાએ ચૂંટણી માટે માત્ર એકાદ અઠવાડિયાની રજા લીધી હતી અને પ્રચાર કર્યો હતો. તેણે આઉટલેટમાંથી મળેલ રૂ.૧૧,૬૦૦ જેટલી પગારની રકમ પણ ચૂંટણીમાં લગાવી દીધી હતી. તે સદીઓ જૂની ઘૂંઘટ પ્રથા સામે લડી હતી. તેણે મહિલાઓને ઘરની બહાર નીકળી કામ કરવા અપીલ કરી છે.

You might also like