જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીક વસતા લોકો માટે બંકરો

શ્રીનગર : છેલ્લા બે વર્ષથી સીઝ ફાયર વાયોલન્સ ખરાબ રીતે પ્રસર્યા છે ત્યારે સરહદ વસતા લોકો માટે જમ્મુ-કાશ્મીર ગર્વમેન્ટદ્વારા અંડરગ્રાઉન્ડ બંકર બનાવવામાં આવી રહ્યા છે. કોંક્રીટના બનેલા આ સજ્જડ બંકરોમાં ૧૦૦ વ્યકિતઓનો એક સાથે સમાવેશ થઇ શકે છે.

આરએસપુરા જિલ્લાના સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રથમ તબક્કામાં ચાર બંકર બનાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા ૬૦ જેટલા બંકરો બનાવવામાં આવનાર છે. સરહદની નજીકના તમામ ગામડાઓમાં બંકર બનાવવાની અમારી તૈયારી છે.

પ્રશાસન સાથે સંકળાયેલા શ્યામ ચૌધરીએ જણાવ્યુ હતુ. ર૦૧૪માં ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૧પ૦ ઘવાયા હતા. પપ૦ જેટલા હુમલાઓ સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા.

You might also like