અગ્રસચિવના બંગલે ચોરે ઘૂસવાની કોશિશ કરી પણ ચોરી ના કરી શક્યા

અમદાવાદ: અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા અલુહા હિલ્સ બંગલોઝમાં રહેતા મહેસૂલ વિભાગના અગ્રસચિવના બંગલામાં ગઇ કાલે મોડી રાત્રે ચોર ત્રાટકતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાત્રે ચોરે ચોરી કરવા માટે બંગલામાં પ્રવેશતાં પહેલાં ઇલે‌િકટ્રક વાયરો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સિક્યો‌િરટી ગાર્ડે એકાએક બૂમાબૂમ કરતાં ચોર પકડાઇ જવાની બીકથી ભાગી ગયા હતા. ગાંધીનગર પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અગ્રસચિવ શ્રીનિવાસન અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા અલુહા હિલ્સ બંગલોઝમાં રહે છે.  ગઇ કાલે મોડી રાતે ચોર ટોળકી ચોરી કરવા માટે શ્રીનિવાસનના બંગલા પાસે આવી હતી. જ્યાં ઇલે‌િકટ્રક વાયરોને આરી વડે તોડતાં અવાજ આવતાં સિક્યોરિટી ગાર્ડ જાગી ગયો હતો અને બૂમાબૂમ કરી હતી.

પકડાઇ જવાની બીકથી ચોર ટોળકી ઊભી પૂંછડિયે આરી અને બીજાં શસ્ત્રો લીધા વગર ભાગી ગઇ હતી. ઘટનાની જાણ ગાંધીનગર પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો મોડી રાતે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મુદ્દે ગાંધીનગર એસ.પી. વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું છે કે મોડી રાત્રે કેટલાક શખસોએ અગ્રસચિવના બંગલા પાસે ઇલે‌િકટ્રક વાયરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યોરિટી ગાર્ડે બૂમાબૂમ કરતાં તેઓ ભાગી ગયા હતા.

You might also like