બુંદેલખેડમાં પણ જશે પાણી ભરેલી ટ્રેન

નવી દિલ્હીઃ દુષ્કાળ અને પાણીની અછતને કારણે બુદેલખંડ પાણીના એક એક બુંદ માટે તરસી રહ્યું છે. ત્યારે રેલવે દ્વારા ટ્રેન મારફતે ત્યાં પાણી પહોંચાડવામાં આવશે. ઉત્તરપ્રદેશના મહોબામાં પાણીની પહેલી ગાડી 6 મેના રોજ સવારે પહોંચશે. રેલવે બોર્ડના અધિકારીઓ પ્રમાણે 6 મેની સાંજે કોટાથી આ ગાડી સાંજે રવાના થશે. જે ઝાંસી થઇ બીજે દિવસે સવારે મહોબા પહોંચશે. રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાના પ્રયાસે આ ગાડી રાજસ્થાનના કોટાથી બાળસાગર બંધથી પાણી લઇને જશે. સિન્હાએ મીરપુર મહોબાના સાંસદ પુણ્પેન્દ્ર સિંહ ચંદેલ સાથે વાત કરીને રેલવે બોર્ડના અધિકારીઓને મહોબામાં પાણી મોકલવાનો આદેશ આપ્યો છે.

બુંદેલખંડમાં પાણીની તિવ્ર અછતઃ બુંદેલખંડના ઉત્તર પ્રદેશમાં બાંદા, ચિત્રકૂટ, મહોબા, લલિતપુર અને ઝાંસી સાથે મધ્યપ્રદેશના ટીકમગઢ, પન્ના, છતપુર, દમોહ તેમજ સાગર જિલ્લામાં પાણીની તિવ્ર અછત છે. આ જિલ્લાઓમાં વરસાદ પણ ખૂબ જ ઓછો પડે છે. જ્યારે અહીં પથ્થરો પડવાને કારણે ભૂગર્ભમાં પાણીનુ સ્તર પણ નીચું પહોંચી ગયું છે. હાલ આ ગામડાઓમાં પશુઓ માટે પાણી અને ચારો પણ ઉપલબ્ધ નથી.

મહારાષ્ટ્રના મરાઠવાડાની જેમ ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીની ખૂબ જ અછત છે. છેલ્લાં ત્રણ વર્ષથી અહીં વરસાદ ઓછો પડી રહ્યો છે. જેને પગલે અહીં ભૂગર્ભમાં પાણીનું સ્તર સતત નીચુ જઇ રહ્યું છે. હાલ બુંદેલખંડના મોટા ભાગના તળાવ અને જળાશયો સૂકાઇ હયા છે. પાણીની તંગીને કારણે ગામડાના લોકો સ્થળાતર કરી રહ્યાં છે. રેલવેએ મહારાષ્ટ્રના લાતુરમાં પાણીની તંગીને કારણે ટ્રેન દ્વારા પાણી પહોંચાડ્યું હતું. જેનાથી લોકોને ઘણી રાહત થઇ હતી. ત્યારે હવે બુંદેલખંડમાં પણ ટ્રેન મારફતે પાણી પહોંચાડવામાં આવશે.

You might also like