દિવાળીમાં આ સ્કૂટર પર મળી રહ્યું છે Bumper ડિસ્કાઉન્ટ અને ઓફર્સ

દિવાળી તહેવાર પર ટૂ-વ્હીલર ડિલરશિપ પર વધારેને વધારે લોકો સ્કૂટરની ખરીદી કરતાં હોય છે. તહેવારને ધ્યાનમાં રાખીને કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપતી હોય છે.

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ દ્વારા 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં મેસ્ટ્રો એજ, પ્લેઝર અને ડુએટ સામેલ છે. તેની સાથે જો કસ્ટમર પેટીએમ દ્વારા સ્કૂટરની ખરીદી કરી રહ્યા છે તો 4000 રૂપિયાનું વધારાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો કે હાલમાં લોન્ચ કરેલ હીરો ડેસ્ટિની 125 પર દિવાળીમાં કોઇ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ નથી.

યામાહા ઇન્ડિયા પોતાના ZR અને ફેસિનો પર 2500 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે સિવાય યામાહા ZRને 5555 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપી ખરીદી કરી શકો છો.

ટીવીએસ મોટર પોતાના સ્કૂટર રેન્જ પર લિમિટેડ ઓફર આપી રહી છે, જેમાં 5999 રૂપિયાનું ડાઉનપેમેન્ટ, નો કોસ્ટ EMIની સાથે 0 ટકા ઇન્ટરેસ્ટ રેટ અને પ્રોસેસિંગ ફી અને સરકારી કર્મચારીઓ માટે 100 ટકા ફાઇનાન્સ સ્કીમ આપી રહી છે.

હોન્ડા કંપનીએ હાલમાં જ નવી કસ્ટમર લોયાલ્ટી પ્રોગ્રામ હોન્ડા જોય કલબ શરૂ કર્યું છે જે હાલના તેમજ નવા હોન્ડા ટૂ-વ્હિલર માલિકોને સાઇન-અપ કરવા તેમજ વિશેષ કલબનો ભાગ બનાવાની મંજૂરી આપે છે. પેટીએમ દ્વારા જો તમે ટૂ-વ્હિલર બુક કરાવો છો તો 5000 રૂપિયા સુધીનું કેશબેક મળશે.

You might also like