આ સ્કૂટર પર મળી રહ્યું છે Discount, જાણો કયા મોડલ પણ કેટલી છુટ મળશે

જો તમે નવું સ્કૂટર ખરીદવા માંગતા હોવ અને સસ્તા ભાવે વધુ સારૂં સ્કૂટર ખરીદવાની ઈચ્છા રાખો છો, તો અમે તમારા માટે ડિસ્કાઉન્ટ ઓફર્સવાળા સ્કૂટર લાવ્યા છે. તેમના વિશે જાણીએ…

TVS Jupiter
સપ્ટેમ્બર 2013માં TVS Jupiter સ્કૂટરનું લોન્ચ થવા પર ભારતીય ગ્રાહકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. નવી દિલ્હી અને ચેન્નાઇમાં આ સ્કૂટર તમને 3,000 રૂપિયાના વાઉચર ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. આ ઉપરાંત, Paytm વાપરવા પર રૂ. 1,300 નો કેશબેક પણ મળે છે, જેનો અર્થ છે કે આ સ્કૂટર પર કુલ રૂ. 4,300નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

Suzuki Access 125
સુઝુકી એક્સેસ 125 સ્કૂટર તેના આરામ, વિશ્વસનીયતા અને પ્રભાવ માટે જાણીતું છે. સુઝુકીના આ સ્કૂટરનું વેચાણ ભારતમાં શ્રેષ્ઠ છે. તમે તેની ખરીદી પર રૂ. 3,000નો કેશબેક મેળવી શકો છો. કેટલાક ડીલરો આ સ્કૂટર પર રૂ. 1,000 થી રૂ. 2,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે.

Hero Pleasure, Maestro & Duet
નવી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને ચેન્નઇની ડિલરશીપ પર તમને પ્લેઝર, માસ્ટ્રો અને ડ્યુકેટ સ્કૂટરની ખરીદીમાં 800 રૂપિયાની રાહત મળી રહી છે. આ ઉપરાંત, Paytmથી ચુકવણી કરવા પર રૂ. 1,400 નો કેશબેક, એટલે કે આ સ્કૂટર પર કુલ રૂ. 2,400ની બચત થઈ શકે છે.

Honda Navi
હોન્ડા નવી, કુલ અને ફંકી લૂક સાથે, 2016ના ઓટો એક્સ્પોમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું. આ ટુ-વ્હીલર પર રૂ. 5000ની છુટ મળી શકે છે પણ એ માટે તમારે સ્ટુડન્ટ ID આપવું પડશે. હોન્ડા નાવી ટૂંક સમયમાં અપડેટ કરેલ અવતાર સાથે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવશે.

You might also like