પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો ક્યાંક હત્યાની કોશિશના ગુના દાખલ કર્યા છે. નારોલ વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે બે જૂથ આમનેસામને આવી ગયાં હતાં જ્યાં વાહનોની તોડફોડ અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો તો વાડજમાં યુવતીની મશ્કરી કરવા બાબતે બે જૂથ આમનેસામને આવી ગયાં હતાં, જેમાં ચાર કરતાં વધુ લોકો ઘવાયા હતા. શાહીબાગના ‌િલસ્ટેડ બુટલેગર કિશોર લગંડા અને તેની ગેંગનો પણ આતંક જોવા મળ્યો હતો.

વાડજ વિસ્તારમાં આવેલ ગાંધીનગરના છાપરામાં રહેતા ભોગીલાલ દંતાણીએ પાંચ લોકો વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ગઇ કાલે સાંજે ભોગીલાલ, તેમના મિત્ર ભરત સહિત અનેક મિત્રો ધાબા પર પતંગ ચગાવતા હતા ત્યારે સની નામનો યુવક અંગત અદાવત રાખીને ભરત સાથે બોલાચાલી કરવા માટે આવ્યો હતો.

સની સાથે તેના મિત્રો શ્યામ, રાહુલ, અલ્પેશ અને બાબુ આવ્યા હતા અને તેમની પાસે રહેલી છરીઓ કાઢીને ઉપરાછાપરી ભરત, ભોગીલાલ પર હુલાવી દીધી હતી તો બીજી તરફ ભોગીલાલ, ભરત સહિત ચાર લોકોએ સની તેમજ તેના મિત્રો પર હુમલો કરી દીધો હતો, જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ભરત, ભોગીલાલને વધુ ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વાડજ પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સામસામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉત્તરાયણના દિવસે નારોલ વિસ્તારમાં આવેલ દેવનગરમાં બે જૂથ વચ્ચે વાહન અકસ્માતને લઇ બબાલ થતાં મામલો બીચક્યો હતો. બે જૂથે સામસામે પથ્થરમારો કર્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઉત્તરાયણના દિવસે વાહન ચલાવવા બાબતે બે યુવકો વચ્ચે બબાલ થઇ હતી. બે યુવકો વચ્ચે થયેલી બબાલમાં દેવનગરનાં બે ટોળાં સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો કર્યો હતો.

મહિલાઓ સહિત યુવકો લાકડીઓ લઇને રોડ પર ઊતરી આવ્યા હતા અને વાહનોની તોડફોડ કરી હતી અને મારામારી કરી હતી. આ ઘટનામાં પાંચ કરતાં વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. નારોલ પોલીસને હકીકતની જાણ થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઉશ્કેરાયેલાં ટોળાંને વેરવિખેર કર્યાં હતાં. ટોળાંઓએ મચાવેલી ધમાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલીસે એક પક્ષે રાયો‌િટંગનો ગુનો દાખલ કર્યો છે તો બીજા પક્ષે એટ્રો‌િસટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. હાલ પોલીસે દેવનગર સોસાયટીમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ગઇ કાલે અમરાઇવાડી વિસ્તારમાં આવેલ આ‌િશમા ‌િમલની પાછળ આવેલ સોસાયટીની ચાલીમાં સમાધાન કરવા માટે ભેગાં થયેલાં ટોળાંઓએ એકબીજા પર હુમલો કરતાં મામલો બીચક્યો હતો. જૂની અદાવતમાં સમાધાન કરવા માટે બે પક્ષના લોકો ભેગા થયા હતા, જેમાં સમાધાન નહીં થતાં મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ઉશ્કેરાયેલાં ટોળાંઓએ વાહનોમાં તોડફોડ કરી હતી.

ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઉશ્કેરાયેલાં ટોળાંને વેર-વિખેર કર્યાં હતાં. રામોલમાં આવેલ જામફળવાડી કેનાલ પાસેની કૃષ્ણદર્શન સોસાયટીમાં મોડી રાતે અસામા‌િજક તત્ત્વોએ બેથી ત્રણ વાહનમાં તોડોફોડ કરીને ધમાલ મચાવી હતી. થોડાક દિવસ પહેલાં પણ આ સોસાયટીમાં અસામા‌િજક તત્ત્વોએ ધમાલ મચાવી હતી. આજે સવારે અસામાજિક તત્ત્વોથી કંટાળીને સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા.

અસારવામાં પણ ‌િલસ્ટેડ બુટલેગર કિશોર લંગડા તેમજ તેના સાગરીતોનો આતંક જોવા મળ્યો હતો. અસારવામાં રહેતો જીતુ એ‌િકટવા લઇને બે દિવસ પહેલાં જતો હતો ત્યારે કૃણાલસિંહ નામના યુવક સાથે તેને અકસ્માત થયો હતો, જેની અદાવત રાખીને ગઇ કાલે કિશોર લંગડો, કૃણાલ, લલ્લાજી, કિશોરની પત્ની સહિત સાત લોકો મારો-મારોની બૂમો પાડીને લાકડી, તલવાર અને પાઇપો લઇને દોડી આવ્યાં હતાં અને ચાની કીટલી પર તોડફોડ કરીને લોકોના ઘરનાં બારણાં પર તલવાર અને પાઇપો મારી હતી. શાહીબાગ પોલીસે આ મામલે કિશોર લંગડા સહિત સાત લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ખોખરામાં પતંગ લુંટવા બાબતે એક યુવકને છરીઓના ઘા ઝીંકવામાં આવ્યા છે. ખોખરા વિસ્તારમાં આવેલ હરીપુરામાં રહેતા વિજય દંતાણીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર લાડવા અને ઉમેશ વિરુધ્ધમાં ફરિયાદ કરી છેકે ગઇકાલે વિજયનો ભાઇ અજય તેમજ મહેન્દ્ર પતંગ પકડવા માટે દોડ્યા હતા.

બન્ને જણા એક બીજાને અથડાતા તે જમીન પર પડી ગયા હતા. મહેન્દ્ર જમીન પર પડતા તેના કપડા બગડી ગયા હતા જેથી તેને અજય સાથે બોલાચાલી કરીને ઝધડો કર્યો હતો. દરમિયાનમાં મહેન્દ્રનો મિત્ર ઉમેશ પણ આવી ગયો હતો. બન્ને જણાએ અજયનો ઢોરમાર મર્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો. ખોખરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

You might also like