દરિયાની અંદર 7 કિમી દોડશે દેશની પ્રથમ Bullet Train..!!

મુંબઇથી અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબી રેલ કોરીડોર બનાવામાં આવી રહી છે જેમાં 21 કિમી લાંબી સુરંગ બનાવામાં આવશે જેમાં અંદાજે 7 કિમી જેટલી સુરંગ દરિયાની અંદર બનશે. ભારતમાં પીએમના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન લાવવાના સ્વપ્નને પુરૂ કરવા કેન્દ્ર સરકાર દિવસ-રાત કામ કરી રહી છે.

આ સ્વપ્ન 2022 સુધીમાં હક્કીતમાં બદલાય તેવું લાગી રહ્યું છે, જેને લઇને ઝડપથી નવી ટેકનિકને લઇને સતત કામ ચાલી રહ્યું છે. મુંબઇમાં ઠાણે ક્રિકમાં દરિયાની અંદર બુલેટ ટ્રેન માટે સુરંગ બનાવા માટે માટી અને ખડકોનું પરીક્ષણ હાઇડ્રોફોન ટેકનિકથી કરવામાં આવી રહ્યું છે.

આ પરિયોજનામાં 21 કિમી લાંબી સુરંગ બનવામાં આવશે જેમાં 7 કિમીનો ભાગ દરિયાની અંદર કરવામાં આવશે. જાપાનની કંપની કાવાસાકી સાઉન્ડ સ્ટેટિક રિફ્રેક્ટરી આ અંગેનો ટેસ્ટ કરી રહી છે. મુંબઇથી અમદાવાદ વચ્ચે 508 કિમી  લાંબી રેલ કોરિડોરમાં સમુદ્રની અંદર 21 કિમી સુરંગ બનાવી તૈયારી છે.

એવું કહેવામાં આવે છે કે 21 કિમી લાંબી સુરંગ માટે 66 જગ્યા પર બોરિંગ કરી સમુદ્ર સ્તર પર વિશેષ ઉપકરણ ફિટ કરવામાં આવ્યાં છે. ઇન્ફ્રાસ્ટકચરમાં આ ટેકનિક દેશમાં પ્રથમ વાર કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેનનો માર્ગ ઠાણે પછી વિરાર તરફ જવા પર સમુદ્રની અંદર બની સુરંગથી પસાર થશે.

બુલેટ ટ્રેન સાબરમતીથી મુંબઇ સુધી પહોંચશે અને તેના માટે ડબલ લાઇન હશે. તેનો લગભગ 156 કિમી મહારાષ્ટ્ર અને 351 કિમી ગુજરાતમાં હશે.

You might also like