250 થી 3000 રૂપિયા સુધી હશે દેશની પહેલી બુલેટ ટ્રેનનું ભાડું, રોજ મારશે 70 ફેરા

અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન રોજ 70 ફેરા લગાવશે. આના માટે કેટલાય રેકનો ઉપયોગ કરવામાં આવશે. વધારે ફેરા માટેનુ કારણ ટ્રેનને નુકશાનથી બચાવવા માટેનો છે.આના માટે યાત્રાળુઓ 250 થી લઈને 3000 રૂપિયા સુધી ભાડુ નક્કી કરવામાં આવ્યુ છે. બુલેટ ટ્રેનનુ નિર્માણ આ વર્ષના દિસંબરથી લઈને 2022ના અંત સુધીમાં થઈ જવાની અણસાર દેખાઈ રહ્યા છે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન(NHRC)ના મેનેજીંગ ડાયરેક્ટર અચલ ખરેની અનુસાર આજની બજાર પરિસ્થિતી અનુસારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનુ ભાડાની દ્રષ્ટિએ બે ભાગમાં વેચવાનો નિર્ણય કર્યો છે. એક અમદાવાદથી મુંબઈના પહેલા બહારી સ્ટેશન સુધી અને બીજી મુંબઈના બહારી સ્ટેશનથી તેના છેલ્લા સ્ટેશન સુધી. પહેલુ પેકેજ 3000 રૂપિયાનુ હશે. જોકે અંતરાળ પેકેજની કિંમત ફક્ત 250 રૂપિયા જ હશે. આમાં 7 મુંબઈ અને 7 તેની આસપાસના સ્ટેશન કવર થશે. આને તે સ્થાનિકો માટે તૈયાર કરવામાં આવ્યુ છે લોકો થાણેથી બાંદ્રા-કુર્લા કોંપ્લેક્ષની વચ્ચે અવળ-જવળ માટે રોજીંદા ટેક્સીનો ઉપયોગ કરવો પડે છે. અને 500-600 રૂપિયા ખર્ચવા છતા કલાકો ટ્રાફિકમાં ફસાઈને રહેવુ પડે છે. આ લોકોને બુલેટ ટ્રેન ફક્ત 15 મિનીટમાં જ તેમના મુકામે પહોંચાડી દેશે. બુલેટ ટ્રેન 200 કિલોમીટરની એવરેજ સ્પીડ અને વધારેમાં વધારે 320ની ગતિથી ચાલશે.

બુલેટ ટ્રેન 10-10 મીનીટના અંતરે ચાલશે. દરેક ટ્રેનમાં 10 સ્ટેન્ડર્ડ કોચ રહેશે. રોજે 70 ફેરા મારવા માટે 35 ટ્રેનોને દોડાવાનો પ્રસ્તાવ છે. ખરેએ કીધુ હતુ કે રોજે 40 હજાર લોકો બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે.

બિઝનેસ ક્લાસમાં ખાવાનુ પણ આપવામાં આવશે અને તેની કિંમત ટીકીટમાં ગણી લેવામાં આવશે. જોકે ઈકોનોમી ક્લાસમાં આ વૈકલ્પિક રહેશે અને આની માટે અગલથી રૂપિયા આપવા પડશે.

બુલેટ ટ્રેન બનાવાનુ કાર્યક્રમ આજ વર્ષના અંત સુધીમાં થઈ જશે. આખા પ્રોજેક્ટમાં ફક્ત દરિયા નીચે 21 કિલોમીટરની સુરંગ વાળો હિસ્સો જાપાની કંપની દ્વારા બનાવામાં આવશે. જો કે 460 કિલોમીટરનો એલીવેટેડ અને જમીની હિસ્સો ભારતીય કંપની દ્વારા બનાવામાં આવશે.

You might also like