છેલ્લા બે વર્ષથી કીડી મકોડા ખઇને જીવે છે આ છોકરી…

તમે ટીવી પર “Man Vs Wild” જરૂરથી જોયું હશે. માંસાહારી લોકો માટે એ રોમાંચક છે અને શાકાહારી લોકો આ દરેક ચીજો ખાતી જોતા ટોર્ચર જેવું લાગે છે. એ શો નો કોન્સેપ્ટ છે કે ખરાબમાં ખરાબ સ્થિતિમાં જીવિત રહેવા માટે એ મજબૂરીમાં કીડા મકોડા ખય છે, પરંતુ બલ્ગેરિયાની રહેનરી ક્રિમીનાને કીડા એટલા પસંદ છે કે 2 વર્ષથી એ કીડા ખાઇ રહી છે.

ક્રિમીના આશરે બે વર્ષથી કીડાની ડીશ પૂરી દુનિયામાં શોધી રહી છે. એ કીડાને પ્રોટીન માટે સૌથી સારો સ્ત્રોત માને છે. તેણે જણાવ્યું કે, ‘હું પ્રોટીનના સર્વશ્રેષ્ઠ સ્ત્રોતને શોધી રહી હતી. એ સ્ત્રોત જેમાં હારમોન, એન્ટીબાયોટિક. ફેસ્ટીસાઇડ જેવું કંઇ ના હોય અને એમાથી જરૂરી એમિનો એસિડ પણ મળી જાય.’

તેણે કહ્યું કે ‘મને તિત્તીધોડાઓ ખૂબ પસંદ છે, જ્યારે એની પાંખો અને પગ તોડીને અલગ કરી દેવામાં આવે છે તો એનો ટેસ્ટ વધારે મજેદાર થઇ જાય છે. મને દરેક પ્રકારની કીડા પસંદ છે. ખાવામાં પડેલા કીડા, ભેંસના કીડા અથવા રેશમના કીડા સૌથી વધારે પસંદ છે.’

આ કીડની ડીશને માત્ર યૂરોપ કે થાઇલેન્ડથી ખરીદતી નથી પરંતું પહેલા એ પોતાની પાસે આ કીડાઓને પાળે છે, પરંતુ એને જ્યારે મુસાફરી કરવાની હોય છે, તો એની દેખભાળ કોઇ કરી શકતું નથી.

યૂનાઇટેડ હિસાબથી કીડા પ્રોટીન, ન્યૂટ્રીશન અને પોષણ માટે ખૂબ સારા છે. એનાથી પર્યાવરણને નુકસાન પણ થતું નથી. ક્રિમિનાએ જણાવ્યું કે એક કિલો ગૌમાંસની સરખામણીમાં એક કિલો તમરા માટે તમરે 2000 ગણુ ઓછું પાણી, 12 ગણું ઓછું ખાવાનું અને 13 ગણી ઓછી જમીન જોઇએ.

http://sambhaavnews.com/

You might also like