હવે બલ્બની રોશનીથી અાપોઅાપ કપડાં સાફ થશે

સિડની: પરિવારનાં કપડાં ધોવામાં મહિલાઓને ખૂબ મથામણ કરવી પડે છે અને તેમાં ઘણો સમય વ્યતીત થાય છે, પણ હવે સંશોધકોએ એક નવી ટેકનિક વિકસાવી છે, જેનાથી કપડાંને બલ્બની રોશની કે સૂર્યના તાપમાં છ મિનિટ સૂકવવાથી અાપોઅાપ સ્વચ્છ થઈ જશે.

મેલબોર્નની અારએનઅાઈટી યુનિવર્સિટીના સંશોધકોએ વિશેષ નેનો ટેકનિકથી એવાં કપડાં તૈયાર કર્યાં છે, જે પ્રકાશમાં અાપોઅાપ સાફ થઈ જાય છે. અાનંદની વાત એ છે કે અા સંશોધકોની ટીમમાં એક ભારતીય મૂળનો વૈજ્ઞાનિક પણ જોડાયેલો છે.

અા ટેકનિક શોધનાર રાજેશ રામનાથને જણાવ્યું કે હજુ એવો સમય દૂર છે જ્યારે તમે તમારા વોશિંગ મશીનને ગુડબાય કહેશો, પરંતુ અા શોધથી ભવિષ્યમાં અાપોઅાપ સાફ થઈ જનારા કપડાના વિકાસ માટે મજબૂત અાધાર તૈયાર થયો છે.

સંશોધકોએ અા કપડું ચાંદી અને તાંબા અાધારિત નેનો ટેકનિકથી ડેવલપ કર્યું છે, જે પ્રકાશને સૂકવવાની ક્ષમતા માટે યોગ્ય ગણવામાં અાવે છે. જ્યારે અા નેનો સંરચના પર પ્રકાશ ફેંકવામાં આવે છે તો તેમાંની ઊર્જાથી ગરમ ઈલેક્ટ્રોન નીકળે છે, જે અા કપડાંમાંથી ધૂળ-માટીને હટાવે છે. હવે સંશોધકો માટે અા કાપડને પ્રયોગશાળામાંથી કાઢી વ્યાપારી ઉત્પાદન માટે લાયક બનાવવાનો પડકાર છે.

You might also like