બુલંદશહર ગેંગરેપઃ અાઈપીઅેસ બનવા ઇચ્છે છે પીડિત બાળકી

ગાઝિયાબાદ: બુલંદશહરની નજીક થયેલા ગેંગરેપની શિકાર ૧૪ વર્ષીય કિશોરીને મળવા માટે નેતાઅો અને મોટા લોકોની લાઈનો લાગી છે. તેની ખબર પૂછવા અાવનાર કોઈપણ વ્યક્તિને જોઈને તે પોતાનો ચહેરો કપડાથી છુપાવી દે છે. તેને ખ્યાલ નથી કે હવે અાગળ શું થવાનું છે.

એક ન્યૂઝ પેપરને અાપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તે અાઈપીઅેસ અધિકારી બનવા ઇચ્છે છે. બાળકીની સાથે જ ગેંગરેપનો શિકાર બનેલી તેની માતાની અંદર પણ ભારોભાર અાગ છે. તે કહે છે કે અા બધા લોકો થોડા સમય બાદ ચાલ્યા જશે. પરંતુ અમે કાર્યવાહી કરવા ઇચ્છીઅે છીઅે.

અા તમામ અારોપીઅોને સજા મળવી જોઈઅે. તે અા ઘટનાને લઈને રાજકીય નિવેદનો અને મીડિયા પબ્લિસિટીથી તંગ અાવી ગઈ છે અને વાત કરતા-કરતા લગભગ રડી પડે છે. તે કહે છે કે મીડિયાવાળા મને સવાલ કરે છે તો મને સમજ પડતી નથી કે તેમને શું જવાબ અાપવો.

પોલીસનાં વલણ અંગે પૂછતાં તે કહે છે કે તે રાત્રે લગભગ એક કલાક સુધી ૧૦૦ નંબર ડાયલ કર્યો હતો પરંતુ તેની પર કોઈ જવાબ ન મળ્યો. જો કોઈ ફોનનો જવાબ અાપત તો અમે ત્યાંથી જલ્દી નીકળી શક્યા હોત. જ્યારે અમારા અેક સંબંધીઅે પોતાના મિત્ર દ્વારા પોલીસને ફોન કર્યો ત્યારે પોલીસ ત્યાં પહોંચી.

તે મેડિકલ ચેકઅપ દરમિયાન ડોક્ટરના રુક્ષ વલણથી પણ નારાજ છે. તેનું કહેવું છે કે ડોક્ટરનું વલણ ખૂબ જ કઠોર હતું અને તે અજીબ-અજીબ સવાલ પૂછતા હતા. તે કહે છે કે ખરેખર સરકાર તેમની કોઈ મદદ કરવા ઇચ્છે છે તો અે વાત નક્કી કરે કે તેમની કિશોરીનું ભાવિ સુરક્ષિત થાય.

You might also like