કાર પાર્ક કરવાની મૂંઝવણ દૂર કરતું મકાન

પાર્કિંગનો પ્રશ્ન ભારતનાં શહેરોને નહીં, પરંતુ વિદેશોમાં પણ સતાવતો હોય તેવું લાગે છે. ઈંગ્લેન્ડના એક આર્કિટેક્ટે અનોખા ઘરની ડિઝાઈન અમલમાં મૂકી છે. તેણે ૭૪ સ્કવેર ફૂટનું નાનકડું મકાન તૈયાર કર્યું છે. જે જમીન પર નહીં, પરંતુ લોખંડની શક્તિશાળી ફ્રેમ પર ઊભું રહે છે. લોખંડની આ ફ્રેમ જમીનથી ખૂબ ઉપર રહે છે જેથી મકાનના નીચેના ભાગમાં એક કાર સરળતાથી પાર્ક કરી શકાય છે. જો કાર પાર્કિંગની જરૂર ન હોય તો કારના જેકની જેમ મકાનને નીચું પણ લાવી શકાય છે. આ ઈકો ફ્રેન્ડલી ઘર ૫૭ લાખ રૂપિયામાં તૈયાર થયું છે.

You might also like