બિલ્ડરો બન્યા બેફામ, ગેરકાયદેસર બાંધકામ દ્વારા GDCRનાં નિયમોની એસી-તેસી

વડોદરાઃ શહેરમાં બિલ્ડરો હવે બેફામ બન્યાં છે. GDCRનાં નિયમોની એસી તેસી કરીને બેફામ બાંધકામ કરી રહ્યાં છે. ઓડ નગરમાં બાલાજી ગ્રુપ દ્વારા બનાવવામાં આવતા પી.પી મોડલનાં બંધ કામમાં વરસાદી કાંસ પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એરપોર્ટ ઓથોરીટીની પણ મંજૂરી લેવામાં આવી નથી અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

વડોદરામાં સરકારી આવાસનાં બાંધકામનું પી.પી મોડલ એટલે જાણે કે બિલ્ડરોને સરકારી જમીન પચાવી પાડવાનું લાયસન્સ બની ગયું છે. વડોદરામાં બાલાજી ગ્રુપે અગોરા મોલ વાલીએ જગ્યામાં નદીનાં પેટમાં બાંધકામનાં વિવાદ બાદ હવે નવા વિવાદમાં આવ્યાં છે. બાલાજી ગ્રુપે સવાદ ગામનાં સર્વે નંબર 385માં 138000 ફૂટ જમીનમાં બાંધકામ કરીને આવાસ યોજના બનાવવાની છે.

જો કે આ આવાસ યોજનાની સાથે-સાથે પી.પી મોડલથી અહીં કોમર્શિયલ બાંધકામ પણ થવાનું છે ત્યારે બાલાજી ગ્રુપે અહીંથી પસાર થતી વરસાદી કાસ પર બાંધકામ શરૂ કરતા નવો જ વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત આ જગ્યા એરપોર્ટની નજીકમાં આવેલી છે ત્યારે એરપોર્ટ ઓથોરિટીની પણ મંજૂરી લેવામાં આવી નથી તેવી ફરિયાદો પણ ઉભી થઇ છે. વોર્ડ નંબર 12નાં કાઉન્સિલર અનિલ પરમારે કમિશ્નર અને મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરી છે.

બાલાજી ગ્રુપને ઓડનગરવાળી જમીનમાં પી.પી મોડલથી બાંધકામ કરવા માટે મહાનગરપાલિકાએ રજા ચીઠ્ઠીથી અર્પી છે પરંતુ અહીંથી પસાર થતી વરસાદી કાસ ઓપન ટુ સ્કાય રાખવાની એ GDCRમાં જોગવાઈ છે. તેમ છતાં આ કાસ પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. વરસાદી કાસ પર કોઈ પણ પ્રકારનું બાંધકામ ના કરી શકાય તેમ છતાં અહીં આ બિલ્ડર બે રોક ટોક બાંધકામ કરી રહ્યો છે.

મહાનગરપાલિકાની બાંધકામ શાખા અને આંય અધિકારીઓ મૂક પ્રેક્ષક બન્યાં છે અને બિલ્ડર કોઈ પણ પ્રકારનાં ભય વગર ગેરકાયદેશર બાંધકામ કરી રહેલ છે. જો કે આ બાબતે રજૂઆત થતાં સ્ટેન્ડિગ કામયાતીનાં ચેરમેન યોગ્ય તપાસ કરીને કાસ પર થતું બાંધકામ બંધ કરાવવાની કાર્યવાહી કરવાનું જણાવી રહ્યાં છે.

બાલાજી ગ્રુપ દ્વારા વરસાદી કાસ પર બાંધકામ કરવામાં આવી રહયું છે ત્યારે અહીંનાં સ્થાનિકોએ અને કોર્પોરેટરે અહીંનાં બીલ્ડીંગમાં અમદાવાદ જેવી હોનારત થવાની ભીતિ વ્યક્ત કરી છે અને વહેલી તકે વરસાદી કાસ પર થતું બાંધકામ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે નહીં. તો આ બિલ્ડર વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે બેફામ બનેલા બિલ્ડરોને મહાનગરપાલિકાનાં સત્તાધીશો પાઠ ભણાવે તે જરૂરી છે.

You might also like