મહેમદાવાદમાં બિલ્ડરો અને વેપારીઓ જુગાર રમતા ઝડપાયા

અમદાવાદ: મહેમદાવાદમાં ચાલતા એક જુગારધામ પર પોલીસે દરોડો પાડી બિલ્ડરો અને વેપારીઓને જુગાર રમતા આબાદ ઝડપી લઇ આ અંગે ગુનો દાખલ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, મહેમદાવાદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ વાત્સલ્ય કોમ્પ્લેકસમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસે છાપો મારતા જ પકડાઇ જવાના ભયે કેટલાક શખસો રાત્રીના અંધકારનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. આમ છતાં પોલીસે કોમ્પ્લેકસને કોર્ડન કરી ધીરુ પટેલ, વસંત ગઢવી, ચિરાગ પ્રજાપતિ, ગૌતમ ડાભી, અજય ગઢવી, મૂકેશ ચૌહાણ, અજિત ડાભી અને જગદીશ બિહોલા સહિત કુલ ૧૩ જુગારીઓને આબાદ ઝડપી લઇ રોકડ રકમ, જુગારના સાધનો, મોબાઇલ ફોન વગેરે મળી આશરે રૂ.એકાદ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like