બિલ્ડરનાં ભાઇએ ફાર્મ હાઉસમાં ગોળી મારી આત્મહત્યા કરી

નવસારી : મટવાડ ગામનાં ફાર્મ હાઉસમાં હિતેશ રબારીએ પોતાની ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. પીએમ માટે મૃતદેહને સુરત સિવિલમાં લઇ જવામાં આવ્યો છે. હિતેશ રબારી બોલિવૂડની હસ્તીઓ સાથે પણ તે સંબંધો ધરાવતો હતો. બોલિવુડ હસ્તીઓનાં ઘોડા હિતેશ રબારીનાં ફાર્મ હાઉસમાં મુકવામાં આવતા હતા.

હિતેશ રબારી સુરતનાં જાણીતા બિલ્ડર દશરથ રબારીનો ભાઇ છે. ગઇકાલે રાત્રે નવસારી હાઇવે પર આવેલા મટાવાડા ગામના વીર સ્ટડ ફાર્મ હાઉસમાં હિતેશ રબારીએ પોતાની ખાનગી રિવોલ્વર આત્મહત્યા કરી હતી. આથ્મહત્યા પાછળનું કારણ હજી પણ અકબંધ છે. મૃતદેહને પીએમ માટે આજે સુરતનાં સિવિલમાં લાવવામાં આવ્યા છે.

નવસારી નજીક આવેલા મટવાડ ખાતે વિર સ્ટર્ડ ફાર્મ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં ઘોડા પણ છે. હિતેશ રબારીએ ઘોડા લક્ઝુરિયસ કાર અને બાઇકનો બહુ શોખ હતો. નવસારી નજીક મટવાડામાં વીર સ્ટર્ડ ફાર્મ આવેલું છે. જે 300 વીઘામાં પથરાયેલું છે. ફાર્મમાં 40 જેટલી ઘોડી અને 4થી 5 ઘોડા છે.

You might also like