આ છે દુનિયાની સૌથી મોંઘી,તેજ અને પાવરફુલ કાર

ફોક્સવેગન ગ્રુપની કાર કંપની બુગાતીએ એક એવી કાર બનાવી છે, રસ્તા સારા હોય તો માત્ર અઢી કલાકમાં જ દિલ્હીથી મુંબઇ પહોંચી શકો છો. અમે બુગાતી ચિરોનની વાત કરી રહ્યા છીએ.

બુગાતીએ હાલમાં જ થયેલા જેનેલા મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે આ દુનિયાની સુપરફાસ્ટ સુપરકાર છે.

રોડ પર આ કારની ટોપ સ્પીડ 420 કિમી પ્રતિ કાલાક છે, જો કે તેના સ્પીડોમીટરની ટોપ સ્પીડ 500 કિમી પ્રતિ કલાકની છે.

કંપનીના જણાવ્યા અનુસાર આ સુપરકાર 2.4 સેંકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આને દુનિયાની સૌથી મોંઘી કાર બતાવવામાં આવી રહી છે.

કંપની અનુસાર, આ દુનિયાની સૌથી ફાસ્ટ, વદારે પાવરફુલ અનો મોંઘી કાર છે. આ કારની બેઝિક કિંમત 26 લાખ ડોલર એટલે કે આશરે 17 કરોડ રૂપિયા છે.

આ કારની બોડી પેનલ કાર્બન ફાઇબરની બનેલી છે. આમાં 8.0 લીટર ક્વાડ-ટર્બોચાર્જ્ડ W-16 એન્જીન લગાડવામાં આવ્યું છે, જે 1500 હાર્સપાવરની તાકાત ઉત્પન્ન કરે છે.

ટર્બોચાર્જર હોવાને કારણે એન્જીન 1600 એનએમની વધારે ટાર્ક આપે છે. કંપનીનો દાવો છે કે 4 ટર્બોચાર્જર એન્જીનનું પાવર બેગણું કરશે અને વધારેમાં વધારે ટાર્ક 2000 આરપીએમ હશે. આ સુપરકારની બોડી સ્ટાઇલ ટૂ ડોર કૂપે છે. આ કારનું ટ્રાન્સમિશન 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે.

You might also like